હવે તમારી આંગળી અને ચેહરાથી ખુલશે WhatsApp, આવ્યુ છે જોરદાર ફીચર
સોમવાર, 4 ફેબ્રુઆરી 2019 (12:31 IST)
WhatsApp પોતાની સર્વિસેજને સારી બનાવવા માટે સતત નવા નવા ફીચર એડ કરી રહ્યુ છે. તાજેતરમાં જ સિંગલ સ્ટિકર ડાઉનલોડ અપડેટ પછી હવે કંપનીએ નવુ ફીચર રજુ કર્યુ છે. WhatsApp એ એપમાં લેટેસ્ટ ઓર્થેટિકેશન ફીચર (unlock) રોલઆઉટ કરી દીધુ છે. જેનાથી તમારી ચૈટ વધુ સિક્યોર થઈ જશે.
આ નવા ફીચરનો ફાયદો એ રહેશે કે WhatsApp તમારા ચેહરાને જોઈને કે ફિંગરપ્રિંટથી જ ઓપન થઈ જશે. WABetaInfoની ટ્વીટ મુજબ કંપનીએ આ અપએટ ને Beta 2.19.20.19 ને માટે ઉપલબ્ધ કરાવ્યુ છે.
ઉલ્લેખનીય છે કે હાલ નવુ અનલૉક ફીચર ફક્ત iOS માટે શરૂ થયુ છે, જેનાથી iPhone યૂઝર્સ વોટ્સએપમાં Fingerprint lock એડ થઈ જશે. મતલબ આઈફોન યૂઝર્સ પોતાના WhatsAppને આંગળીના નિશાનથી ખોલી શકશે.