ચા પીવાનો શોખ છે તો ગરમીમા પીવો આ 6 કુલ ટી

ગુરુવાર, 4 મે 2017 (13:41 IST)
ગરમીમાં શરીરને ઠંડુ રાખવા માટે વધુથી વધુ ઠંડી વસ્તુઓનું સેવન કરવુ જોઈએ. જેનાથી તમારી બોડી કુલ રહે અને તમે ગરમીથી બચી શકો.  હેલ્થ એક્સપર્ટ મુજબ તમે આ 6 પ્રકારની ચા ટ્રાઈ કરી શકો છો. 
 
1. બાર્લી (જવ) ટી - આની કુલિંગ ઈફેક્ટના કારણે અનેક દેશોમાં ગરમીના દિવસોમાં આનુ સેવન કરવામાં આવે છે. એક ચમચી બાર્લીને બે કપ પાણીમાં ઉકાળીને પીવો. તેનાથી બ્લડ શુગર લેવલ કંટ્રોલમાં રહે છે અને કેંસર તેમજ હ્રદય રોગોનો ખતરો ઓછો થાય છે. 
 
2. ફેનલ (વરિયાળી) ટી -  આ પીવાથી શરીરની ગરમી ઓછી થાય છે. તમે એક ચમચી વરિયાળીને બે કપ પાણીમાં ઉકાળીને પી શકો છો. સૌથી મોટી વાત કે તેનો સ્વાદ પણ લાજવાબ હોય છે. 
 
 
3. હિબિસ્કસ (જાસૂદ) ટી - તમે આ ફૂલના સૂકા પાનને પાણીમાં ઉકાળીને પી શકો છો. એંટીઓક્સીડેટ્સ ગુણોને કારણે આ કોલેસ્ટ્રોલ ઓછુ કરે છે અને લીવરને સાફ રાખે છે. 
 
4. સબ્જા (તુલસીના બીજ) ટી - આનો કુલિંગ ઈફ્કેટ પડે છે. તમે તેના બીજને પાણીમાં ઉકાળીને પી શકો છો. તેનો સ્વાદ વધારવા માટે તમે તેમા ફુદીનાના પાન અને થોડો લીંબૂનો રસ મિક્સ કરી શકો છો. 
 
5. કોરિએન્ડર (ધાણા) ટી - તેમા એંટી-ડાયાબિટિક અને એંટી-ઈંફ્લેમેટરી ગુણ હોય છે. તેની શરીર પર કુલિંગ ઈફેક્ટ પડે છે. તમે એક ચમચી આખા ધાણાને ગરમ પાણીમાં ઉકાળીને પી શકો છો. 
 
6. મિંટ (ફુદીના) ટી - સ્વાદ વધારવા માટે તેમા લીંબૂનો રસ મિક્સ કરો 
 

વેબદુનિયા પર વાંચો