દેશની રાજધાની દિલ્હીમાં 20 માર્ચ 2022ના રોજ પણ પેટ્રોલ 95.41 રૂપિયા પ્રતિ લીટર અને ડીઝલ 86.67 રૂપિયા પ્રતિ લીટર પર સ્થિર છે. આ જ રીતે દેશની આર્થિક રાજધાની મુંબઈમાં પેટ્રોલ 109.98 રૂપિયા પ્રતિ લીટર અને ડીઝલ 94.14 રૂપિયા પ્રતિ લીટરે વેંચાઈ રહ્યું છે. કોલકાતામાં પેટ્રોલ 104.67 રૂપિયા પ્રતિ લીટર અને ડીઝલ 89.79 રૂપિયા પ્રતિ લીટર છે. ચેન્નઈમાં પેટ્રોલ 101.40 રૂપિયા પ્રતિ લીટર અને ડીઝલ 91.43 રૂપિયા પ્રતિ લીટર છે.
આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રૂડ ઓઈલની કિંમતને આધારે રોજ ઓઈલના ભાવ અપડેટ કરવામાં આવે છે, ઇન્ડિયન ઓઇલ, ભારત પેટ્રોલિયમ અને હિન્દુસ્તાન પેટ્રોલિયમ ઓઇલ કંપનીઓ દરરોજ સવારે વિવિધ શહેરોના પેટ્રોલ અને ડીઝલના ભાવની માહિતી અપડેટ કરે છે. જો કે નવેમ્બરથી ભારતમાં ભાવ સ્થિર રહ્યા છે.