મેજર નિતિન ગોગોઈને આતંકવાદ નિરોધી કાર્યવાહી માટે ચીફ ઓફ આર્મી સ્ટાફ કૉમન્ડેશનથી સન્માનિત કરવામાં આવ્યા છે. ન્યૂઝ ચેનલ ટાઈમ્સ નાઉની રિપોર્ટ મુજબ ગોગોઈ એ સમયે ચર્ચામાં આવી ગયા હતા. જ્યારે જમ્મુ-કાશ્મીરમાં એક સ્થાનીક યુવકને જીપ સાથે બાંધવાની તસ્વીરો અને વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ ગઈ હતી.