વાસ્તુ શાસ્ત્ર - રસોઈ બનાવવા માટે ભૂલથી પણ ન કરશો આ દિશાનો પ્રયોગ.. નહિ તો આર્થિક પરેશાની કરી દેશે બરબાદ

સોમવાર, 12 નવેમ્બર 2018 (16:21 IST)
વાસ્તુ શાસ્ત્રના હેઠળ સકારાત્મક અને નકારાત્મક બંને પ્રકારની ઉર્જાઓને સ્વીકાર કરવામાં આવ્યો છે. વાસ્તુ શાસ્ત્ર મુજબ જેમા નકારાત્મક ઉર્જાને હટાવીને સકારાત્મક ઉર્જાને સ્થાપિત કરવા પર બળ આપવામાં આવ્યુ છે. 
 
વાસ્તુ શાસ્ત્ર મુજબ જો ઘરની વાત કરીએ તો આ ખૂબ જ જરૂરી છે કે ઘરનો દરેક ખૂણો વાસ્તુ શાસ્ત્ર મુજબ હોય. કારણ કે જો આવુ ન થાય તો ત્યા રહેનાર લોકોના જીવનમાં ઉથલ પુથલ શરૂ થઈ જાય છે. 
 
આજે અમે તમને બતાવી રહ્યા છીએ કે રસોડામાં કામ કરનારી મહિલાઓએ કઈ દિશા તરફ મોઢુ કરીને રસોઈ બનાવવી જોઈએ જેથી નકારાત્મક ઉર્જાથી મુક્ત રહી શકે. 
- જો કોઈ મહિલા ઘરની દક્ષિણ દિશા તરફ મોઢુ કરીને રસોઈ બનાવે છે તો તેનાથી તેનુ સ્વસ્થ્ય ખરાબ થઈ શકે છે. તેથી રસોઈ બનાવવા માટે આ દિશાને અનુકૂળ ન માનવી જોઈએ. 
 
- ઘરના રસોડામાં પશ્ચિમ દિશા તરફ મોઢુ કરીને રસોઈ બનાવવાથી ઘરના લોકોને ત્વચા અને હાડકાના રોગ પરેશાન કરી શકે છે. તેથી જેટલુ જલ્દી બની શકે તેટલુ રસોઈ બનાવવા માટે આ દિશાનો ત્યાગ કરવો જોઈએ. 
- ઘરના દક્ષિણ પશ્ચિમ દિશા તરફ મોઢુ કરીને જો રસોઈ બનાવવામાં આવે તો આ ઘરની શાંતિ ભંગ કરે છે. આવુ થવાથી પરિવારના લોકો વચ્ચે ઝગડો અને મતભેદ રહે છે. 
 
- ઉત્તર દિશા તરફ મોઢુ કરીને ભોજન બનાવવથી ઘરમાં ધનનુ આગમન અવરોધાય છે.  પરિવારના લોકોને આર્થિક સમસ્યાઓનો સામનો કરવો પડી શકે છે. 

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર