સ્ત્રીએ પતિવ્રતા હોવુ જોઈએ - આ પ્રચલનની શરૂઆત કેમ થઈ
સોમવાર, 12 નવેમ્બર 2018 (15:53 IST)
મહાભારતના આદિપર્વમાં એક કથા આવે છે. કથા મુજબ એક દિવ્સ રાજા પાંડુ શિકાર કરવા નીકળે છે. જંગલમાં દૂરથી જોતા તેમને એક હરણ દેખાયુ. તે તેને તીર મારે છે. તે હરણ એક ઋષિ નીકળે છે જે પોતાની પત્ની સાથે મૈથુનરત હતા. તે ઋષિ મરતી વખતે પાંડુએન શ્રાપ આપે છે કે તુ પણ મારી જેમ જ્યારે મૈથુનરત(પત્ની સાથે સહવાસમાં) મરીશ. આ શાપના ભયથી પાંડુ પોતાનુ રાજ્ય પોતાના ભાઈ ઘૃતરાષ્ટ્રને સોંપીને પોતાની પત્નીયો કુંતી અને માદ્રી સાથે જંગલમાં ચાલ્યા જાય છે.
જંગલમાં તેઓ સંન્યાસીઓનુ જીવન જીવવા માંડે છે. પણ પાંડુને આ વાતનુ દુખ રહે છે કે તેમની કોઈ સંતાન નથી અને તેઓ કુંતીને સમજાવવાનો પ્રયાસ કરે છે કે તેણે કોઈ ઋષિ સાથે સમાગમ કરીને સંતાન ઉત્પન્ન કરવો જોઈએ. કુંતી પર-પુરૂષ સાથે સૂવા નથી માંગતી તો પાંડુ તેને આ કથા સંભળાવે છે.
પ્રાચીનકાળમાં સ્ત્રીઓ સ્વતંત્ર હતી અને તેઓ જેની સાથે ઈચ્છે તેમની સાથે સમાગમ કરી શકતી હતી. જે રીતે પશુ પક્ષી કરે છે. ફક્ત ઋતુકાળમાં (માસિકધર્મ)દરમિયાન પત્ની ફક્ત પતિ સાથે સમાગમ કરી શકે છે. નહી તો તે સ્વતંત્ર છે. આ ધર્મ હતો જે નારીઓનો પક્ષ લેતો હતો અને બધા તેનુ પાલન કરતા હતા. પણ આ નિયમ બદલાય ગયો.
ઉદ્દાલક નામના એક પ્રસિદ્ધ મુનિ હતા. તેમનો શ્વેતકેતુ નામનો એક પુત્ર હતો. એકવાર જ્યારે શ્વેતકેતુ પોતાના માતા-પિતા સાથે બેસ્યો હતો ત્યારે એક મુસાફર આવ્યો અને શ્વેતકેતુની માતાનો હાથ પકડીને બોલ્યો, 'આવો મારી સાથે..' પોતાની માતાને આ રીતે જતી જોઈને શ્વેતકેતુ ખૂબ ક્રોધિત થઈ ગયો પણ પિતાએ તેને સમજાવ્યુ કે નિયમ મુજબ સ્ત્રીઓ ગાયની કોઈની પણ સાથે સમાગમ કરવા સ્વતંત્ર છે.
પછી આ જ શ્વેતકેતુ દ્વારા ફરીથી આ નિયમ બનાવાયો કે સ્ત્રીઓએ પોતાના પતિને વફાદાર રહેવુ જોઈએ અને પર પુરૂષ સાથે સમાગમ કરવાનુ પાપ ભ્રૂણહત્યા જેવુ હશે. ત્યારથી સભ્ય સમાજ પર જોર આપવામાં આવવા લાગ્યુ કે સમાજમાં પરિવારવાદને પ્રોત્સાહન મળે. સભ્ય પરિવાર દ્વારા સભ્ય સમાજનો જન્મ થયો અને આ રીતે એક સભ્ય રાષ્ટ્ર જનમ્યુ. અમારા વૈદિક ઋષિયોએ સમાજને સભ્ય બનાવ્યો.
કોણ હતો શ્વેતકેતુ ?
ગૌતમ ઋષિના વંશજ અને ઉદ્દાલક-આરુણિના પુત્ર શ્વેતકેતુની કથા મૂળ સ્વરૂપે ઉપનિષદોમાં જોવા મળે છે. તેઓ એક તત્વજ્ઞાની આચાર્ય હતા. પાંચાલ દેશના નિવાસી શ્વેતકેતુની ઉપસ્થિતિ રાજા જનકની સભામાં પણ હતી. મતલબ એ કે તેઓ રામાયણ કાળથી હતા. અદ્વૈત વેદાંતના મહાવકય તત્વમસિનુ વાચન તેમના પિતાના મોઢેથી થયુ હતુ. ઋષિ અષ્ટાવક્રના ભાણેજ શ્વેતકેતુનો વિવાહ દેવલ ઋષિની કન્યા સુવર્ચલા સાથે થયો હતો.
શ્વેતકેતુએ જ સમાજમાં આ નિયમ બનાવ્યો હતો કે પતિને છોડીને બીજા પુરૂષ પાસે જનારી સ્ત્રી અને પોતાની પત્નીને છોડીને બીજી સ્ત્રી સાથે સંબંધ કરી લેનારો પુરૂષ બંને જ ભ્રૂણહત્યાના અપરાધી માનવામાં આવે. તેમણે જ પુરૂષો માટે એક પત્નીવ્રત અને મહિલાઓ માટે પતિવ્રતાનો નિયમ આ સમાજમાં સ્થાપિત કરી પરસ્ત્રીગમન પર રોક લગાવી હતી.