સલાહ આપી છે. ચીફ જસ્ટિસ એનવી રમન્નાની બેન્ચે અરજદારોને કહ્યું કે તેને રાષ્ટ્રીય મુદ્દો ન બનાવો. કોર્ટે સ્પષ્ટ કહ્યું કે અરજદારોએ આ મુદ્દે હાઈકોર્ટના નિર્ણયની રાહ જોવી જોઈએ, જ્યાં સોમવારે ફરી એકવાર સુનાવણી થવાની છે.
શબાના આઝમીનું રિએક્શન
કંગનાની પોસ્ટ પર રિએક્ટ કરતા શબાના આઝમીએ લખ્યું, જો હું ખોટી છું તો મને સાચી પાડો. અફઘાનિસ્તાન એક ધાર્મિક રાજ્ય છે અને જ્યારે મેં છેલ્લીવાર ચેક કર્યું ત્યારે ભારત એક ધર્મનિરપેક્ષ લોકશાહી ગણતંત્ર હતું?
જાવેદ અખ્તરે કહ્યું હતું કે તેઓ ક્યારે પણ હિજાબ અથવા બુરખાના સમર્થનમાં નથી રહ્યા. પરંતુ ટોળા દ્વારા છોકરીઓને ધાકધમકી આપવાની નિંદા કરી છે. સ્કૂલ-કોલેજમાં યુનિફોર્મને લઈને થયેલા વિવાદ પર હેમા માલિનીએ સ્કૂલમાં યુનિફોર્મનું સન્માન આપવાની વાત કહી છે તેમજ સ્વરા ભાસ્કર અને રિચા ચઢ્ઢાએ સોશિયલ મીડિયા પર પોસ્ટ શેર કરીને કર્ણાટકમાં બનેલી આ ઘટનાને શરમજનક ગણાવી છે.