હિજાબની માંગ કરનારાઓને HCનો ઝટકો, ચીફ જસ્ટિસ બોલ્યા - ધાર્મિક ડ્રેસની જીદ નથી કરી શકતા વિદ્યાર્થીઓ

ગુરુવાર, 10 ફેબ્રુઆરી 2022 (18:23 IST)
કર્ણાટકની શાળાઓ અને કોલેજોમાં વિદ્યાર્થીનીઓના હિજાબ પહેરવાના વિવાદ પર આજે પણ હાઈકોર્ટમાં કોઈ નિર્ણય લેવામાં આવ્યો નથી. કોર્ટે આ કેસની સુનાવણી સોમવાર સુધી મુલતવી રાખી છે. આ સાથે કોર્ટે મહત્વની ટીપ્પણી કરી છે કે વિદ્યાર્થીઓ શાળા-કોલેજોમાંથી ધાર્મિક ડ્રેસનો આગ્રહ ન રાખી શકે. મુખ્ય ન્યાયાધીશ રિતુ રાજ અવસ્થીએ કહ્યું કે શાળા અને કોલેજો તાત્કાલિક ખોલવી જોઈએ અને શિક્ષણ થવુ જરૂરી છે. સૂત્રોના જણાવ્યા અનુસાર, આગામી સુનાવણી સોમવારે બપોરે 2.30 કલાકે થવાની છે અને કોર્ટ તરફથી કોઈપણ નિર્ણય આવી શકે છે.

 
વિદ્યાર્થીઓના વકીલ બોલ્યા - કોઈ કાયદામાં રોકની વાત નથી 
 
 
કેસની સુનાવણી દરમિયાન, હિજાબ પહેરવાની માંગ કરનાર વિદ્યાર્થિનીઓના વકીલ સંજય હેગડેએ કહ્યું કે યુનિફોર્મને લઈને કર્ણાટક એજ્યુકેશન એક્ટમાં કોઈ વાત નથી. "કર્ણાટક એજ્યુકેશન એક્ટમાં ગણવેશને લઈને કોઈ વિશેષ જોગવાઈ નથી," તેમણે એ પણ કહ્યુ કે હિજાબ ઇસ્લામનો એક ભાગ છે અને તેને શાળાઓ અને કોલેજોમાં મંજૂરી નથી. તેમણે કહ્યું કે આ અંગે જલ્દી નિર્ણય લેવાની જરૂર છે જેથી વિદ્યાર્થીઓના અભ્યાસને અસર ન થાય કારણ કે માર્ચમાં જ તેમની પરીક્ષાઓ યોજાવાની છે.
 
સરકારે કહ્યુ, હિજાબ અને ભગવા કપડા સાથે એંટ્રીની મંજુરી નથી આપી શકતા 
 
સરકારનો પક્ષ મુકી રહેલા એટર્ની જનરલે કહ્યું કે, શાળા કે કોલેજોમાં ડ્રેસ કોડને ફોલો કરવું જોઈએ. આ પહેલા બુધવારે જસ્ટિસ કૃષ્ણા દીક્ષિતની કોર્ટે આ મામલાને મોટી બેંચ સમક્ષ મોકલી આપ્યો હતો. આજે સુનાવણીમાં ચીફ જસ્ટિસ રિતુ રાજ અવસ્થી, જસ્ટિસ કૃષ્ણા દીક્ષિત અને જેએમ ખાજી હાજર રહ્યા હતા. એટર્ની જનરલે કહ્યું કે સ્ટુડન્ટ્સને સ્કાર્ફ કે હિજાબ કે કેસરી ગમચા સાથે પ્રવેશવાની મંજૂરી આપી શકાય નહીં. આ સારી સ્થિતિ નહીં હોય. વિદ્યાર્થીઓએ યુનિફોર્મ કોડ સાથે શાળાઓમાં આવવાનું રહેશે.

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર