સવારમાં કોફી પીવાની ટેવ હોય તો ચેતજો!

સોમવાર, 4 માર્ચ 2024 (15:20 IST)
coffee
Coffee Empty Stomach :  બોમ્બે ટાઈમ્સ ફેશન વીકમાં ક્યા સુપર કુલ હૈ હમ ની અભિનેત્રી નેહા શર્મા (Neha Sharma) એ પોતાની ડાયેટ પર વાત કરતા જણાવ્યુ કે એક સમયે તે દિવસની શરૂઆત એક કપ કોફી સાથે કરતી હતી. આ તેમની ખરાબ ટેવોમાંથી એક હતી. પણ હવે આદત બદલાઈ છે અને ગરમ પાણી તેમજ લીંબુથી સવારની શરૂઆત થાય છે. તેના એક કલાક પછી કોફી પીએ છે. શુ આપ જાણો છો કે સવાર સવારે કોફી પીવાની ટેવ ખરાબ કેમ છે ? તેનો મતલબ સવારે ખાલી પેટ કોફી (Coffee Empty Stomach) ન પીવી જોઈએ. . 
આવો જાણીએ ખાલી પેટ કોફી પીવાના નુકશાન 
 
હાર્ટબર્ન - ખાલી પેટ કોફી પીવાથી અનેક પ્રકારની સમસ્યાઓ થઈ શકે છે. જેમા છાતીમાં બળતરા થવી પણ એક સમસ્યા છે. હાર્ટ બર્ન થી છાતીની વચ્ચે દુખાવો થઈ શકે છે. આવુ એટલા માટે થાય છે કારણ કે કોફીને કારણે પેટમા એસિડ બનવુ બંધ થઈ જાય છે અને પેટનુ પીએચ લેવલ ઓછી થઈ જાય છે. જો તમે દૂધ સાથે કોફી પીવો છો અને પેટમાં પહેલાથી જ કશુ છે તો નુકશાન ઓછુ થઈ શકે છે.  પીએચ લેવલ પણ વધુ ઓછુ થતુ નથી. 
 
કોફી અને કોર્ટિસોલનુ લેવલ 
સવારે ઉઠતા જ કૉફી પીવી ખૂબ નુકશાનદાયક છે. રિસર્ચ મુજબ જાગવાના એક કલાક સુધી શરીરનુ કોર્ટિસોલનુ ઉત્પાદન હાઈ હોય છે. આ બોડીને એક્ટિવ રાખવામાં મદદ કરે છે. કોફીમાં રહેલા કૈફીન કોર્ટિસોલના લેવલને વધારવાનુ કામ કરે છે. જ્યારે શરીર પહેલાથી જ હાઈ લેવલ પર કોર્ટિસોલનુ ઉત્પાદન કરી રહ્યુ છે તો આવામાં કૈફિન તેની ક્ષમતાને ઘટાડે છે. 
 
આંતરડા ના સિસ્ટમને કરે છે પ્રભાવિત 
અનેક રિસર્ચ દ્વારા જાણવા મળે છે કે જો તમારી ડાયેટ બેલેંસ છે અને તમે કોફી પી રહ્યા છો તો તેનાથી  કોલનને ઉત્તેજીત કરવા અને આંતરડાના કામને વધારવામાં પ્રોત્સાહન મળે છે. 
 
જો કે જો પેટ ખાલી છે અને તમે કોફી પીવો છો તો તેનાથી સાઈડ થઈ શકે છે. તેનાથી ઈરિટેબલ બૉવેલ સિંડ્રોમ 
(IBS) બગડી શક છે. 
 
કોફી પીવાનો યોગ્ય સમય કયો છે 
સૂઈને ઉઠવાના ઓછામાં ઓછા એક કલાક પછી જ કોફી કે ચા પીવી જોઈએ. બ્લેક કોફીને બદલે દૂધવાળી કોફી કે ચા પીવી જોઈએ. બ્લેક કોફીને બદલે દૂધવાળી કોફી પીવાથી આંતરડાના સિસ્ટમ પર પ્રભાવ ઓછો પડે છે. જો સવારે ઉઠ્યા બાદ તમે થાક અનુભવી રહ્યા છો તો તમારી ઉંઘ પૂરી કરવાની કોશિશ કરો અને વધુથી વધુ પાણી પીવો. જાગ્યા પછી કોફીને બદલે પાણી પીવુ લાભકારી હોય છે.  

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર