જાન્યુઆરીમાં ચોથી લહેરનું જોખમ- BF.7 Variant: January પછી તીવ્રતાથી વધી શકે છે Corona ના કેસ, સરકારે કરી તૈયારી

ગુરુવાર, 29 ડિસેમ્બર 2022 (11:01 IST)
ચીનમાં કોરોના બેકાબૂને જોતા ભારત સરકારમાં અલ્ર્ટ પર છે. ભારતમાં કોરોનાના નવા વેરિએંટની સામે સરકાર તેની સામે સાવધ રહેવાનો પ્રયાસ કરી રહી છે. નિષ્ણાતોના મતે આગામી 40 દિવસમાં કોરોનાના કેસમાં વધારો થઈ શકે છે. આ રિપોર્ટમાં જુઓ જાન્યુઆરીમાં કોરોનાનું કેટલું જોખમ?
 
ચીનમાં મચી રહ્યા કોરોનાના કોહરામથી ભારતમાં મેડિકલ ઈમરજંસીની તૈયારીઓ જોરોપર ચાલી રહી છે. કેંદ્રીય સ્વાસ્થય મંત્રાલયએ જાહેર કર્યો છે કે હાલ ટ્રેંડસને જોતા આવતા વર્ષે જાન્યુઆરીમાં ભારતમાં કોરોના વાયરસના કેસ તીવ્રતાથી વધી શકે છે. મંત્રાલયએ કહ્યુ છે કે ગયા 2 દિવસમાં એઅપોર્ટ પર 6 હજાર લોકોના કોવિડ ટેસ્ટ કરાયુ જેમાં 39 લોકો પૉઝિતિવ મળયા છે. મહામારીના કેસ વધતા દેશભરના હોસ્પીટલોમાં તેમની તૈયારીઓ વધારવાના નિર્દેશ આપવામાં આવ્યા છે. 
 
દિલ્હીના સફદરગંજના પ્રોફેસર અનુપ કુમારના મુજબ કોરોનાના નવા વેરિએંટની સંક્રમણ દર બહુ વધારે છે. તેનાથી સંક્રમિત વ્યક્તો 10-18 લોકોને સંક્રમિત કરી શકે છેૢ જ્યારે તેનાથી પહેલા વાળુ વેરિએંટ 5-6 લોકોને જ સંક્રમિત કરી શકતો હતો. 

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર