નિતિન પટેલે જણાવ્યું હતું કે, દિવાળીના તહેવારોને ધ્યાને લઇને રાજ્ય સરકારના ૫.૧૧ લાખ અધિકારી/કર્મચારીઓ ઓક્ટોબર મહિનાનો પગાર પણ આ જ મહિનામાં તા.૨૧/૨૨/૨૩ ઓક્ટોબર દરમ્યાન ચુકવવામાં આવશે તથા ૪.૫૪ લાખ પેન્શનરોને પણ તેમનું પેન્શન આ જ તારીખો દરમ્યાન ચુકવી દેવામાં આવશે. જેના પરિણામે આશરે રૂ.૪૦૦૦ કરોડથી વધુ રકમ નાણાકીય વ્યવહારો માટે ઉપલબ્ધ થશે.
રાજય સરકારના વર્ગ-૪ ના કર્મચારીઓને દિવાળીની ભેટ - નાયબ મુખ્યમંત્રી અને નાણામંત્રી નીતિનભાઇ પટેલે જણાવ્યુ છે કે, આગામી સમયમાં આવી રહેલા દિવાળીના તહેવારોને ધ્યાને લઇને વર્ગ-૪ ના કર્મચારીઓ ઉત્સાહપૂર્વક દિવાળી ઉજવી શકે તે માટે તેઓને બોનસ આપવાનો રાજય સરકારે નિર્ણય કર્યો છે.
રાજય સરકારે વર્ગ-૪ ના કર્મચારીઓને રૂા.૩૫૦૦/- ની મર્યાદામાં બોનસ આપીને દિવાળીની ભેટ આપી છે. આ માટે રાજય સરકારને રૂા.૧૦.૯૧ કરોડનું વધારાનું ભારણ થશે. આનો લાભ રાજય સરકાર અને પંચાયત, ગ્રાન્ટ ઇન એઇડ (માન્યતાવાળા કર્મચારીઓ) તથા બોર્ડ નિગમના વર્ગ-૪ ના એકત્રીસ હજાર પાંચસો છન્નું કર્મચારીઓને લાભ મળશે.