Video: હુ તમારે માટે પપ્પુ છુ.. અને પછી રાહુલ ગાંધી આ રીતે પીએમ મોદીને ગળે ભેટ્યા

શુક્રવાર, 20 જુલાઈ 2018 (15:15 IST)
નવી દિલ્હી. રાજનીતિમાં દરેક દિવસ સંબંધો બદલાય છે નવા સંબંધો બને છે. સંબંધોને બનતા બગડતા વચ્ચે જ આંખોમાં વસી જાય છે. આજે એવુ જ કશુ થયુ લોકસભામાં. લોકસભામાં અવિશ્વાસ પ્રસ્તાવ પર ચાલી રહેલ પોતાના ભાષણના અંતમાં રાહુલ ગાંધીએ કહ્યુ, "તમે મને મારો ધર્મ સમજાવ્યો અને હિન્દુ હોવાનો મતલબ સમજાવ્યો. આ માટે હુ તમારો આભારી છુ. તમારી અંદર મારે માટે નફરત, ગુસ્સો છે. તમારે માટે ભલે હુ પપ્પુ છુ,  પણ મારી અંદર તમારે માટે ગુસ્સો નથી. એક એક કરીને હુ તમારા બધાની અંદરથી ગુસ્સો કાઢી નાખીશ અને સૌને કોંગ્રેસમાં સામેલ કરીશ."  બસ એટલુ જ કહેવુ હતુ કે રાહુલ ગાંધી પોતાનુ સ્થાન છોડીને પ્રધાનમંત્રી મોદી પાસે ગયા અને તેમની સાથે હાથ મિલાવતા તેમને જાદૂની ઝપ્પી આપી દીધી. રાહુલ ગાંધી અને પીએમ મોદીને આ રીતે ગળે ભેટતા જોઈને સમગ્ર સદન હસી પડ્યુ. પીએમ મોદીએ પણ રાહુલ ગાંધીનુ હસીને અભિવાદન કર્યુ. 
 
 
પહેલા તો શરૂઆતમાં પીએમ મોદી સમજી ન શક્યા કે આખિર રાહુલ તેમની પાસે કેમ આવ્યા છે. રાહુલ આવ્યા અને તેમને કશુ કહ્યુ, જ્યા સુધી પીએમ મોદી કશુ સમજી શકતા. રાહુલે નમીને તેમને ગળે ભેટી પડ્યા અને જવા લાગ્યા. પણ આ જોઈને પીએમ મોદીએ ફરી તેમને પાસે બોલાવ્યા અને તેમની સાથે હાથ મિલાવ્યો. આ ક્ષણ કોંગ્રેસ અને બીજેપીની રાજનીતિમાં ઓછા જ જોવા મળે છે. તમે પણ જુઓ લોકસભામાં થયેલ આ મજેદાર દ્રશ્યને. 
મોદી સરકાર વિરુદ્ધ લોકસભામાં શુક્રવારે સવારે 11 વાગ્યાથી અવિશ્વાસ પ્રસ્તાવ પર ચર્ચા ચાલી રહી છે. સદનની કાર્યવાહી શરૂ થતા જ જય શ્રીરામના નારા લગાવાયા. સ્પીકર સુમિત્રા મહાજને ચર્ચામાં રોકતા કહ્યુ જેના પર તમે લોકો આરોપ લગાવે છે, તેને પણ બોલવાનો અધિકાર છે. તેમણે લોકસભા સભ્યોને ભાષા પર ધ્યાન આપવા અને ડેકોરમ મેંટેન કરવાની અપીલ કરી. અવિશ્વાસ પ્રસ્તાવ પર કોગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીએ બોલવાનુ શરૂ કર્યુ છે. 
પોતાના ભાષણમાં રાહુલ ગાંધીએ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી પર નિશાન સાધતા કહ્યુ કે તે મોટા વેપારીઓન સહયોગ કરે છે પણ દેશના ગરીબો માટે તેમના દિલમાં સ્થાન નથી. રાહુલ ગાંધીએ પીએમ મોદી પર નિશાન સાધતા કહ્યુ 'હવે પીએમ મોદી ઈમાનદાર નથી રહ્યા. તેથી તે મારાથી નજર નથી મેળવી રહ્યા.  રાહુલ ગાંધીએ કહ્યુ કે આખા દેશે જોયુ કે મે સ્પષ્ટ બોલ્યો છુ. તેથી મોદી મારી સાથે નજર નથી મેળવી રહ્યા.  રાહુલ ગાંધીએ કહ્યુ કે પીએમ મોદી એજંડા વગર ચીન જાય છે અને ડોકલામ પર વાત નથી કરતા. તેમણે સૈનિકો સાથે દગો કર્યો છે. રાહુલ ગાંધીએ કહ્યુ કે દેશમાં લોકોને મારવામાં આવે છે. કચડ્વામાં આવે છે પણ પીએમ મોદી મોઢામાંથી એક શબ્દ પણ નથી બોલતા. 
રાહુલ ગાંધીના આરોપો પર પહેલા સ્માઈલ આપી અને પછી જોરથી હસી પડ્યા મોદી. 
 
રાહુલ ગાંધીએ કહ્યુ કે પીએમે કહ્યુ હતુ કે હુ ચોકીદાર છુ પણ મિત્ર (અમિત શાહ)ના પુત્રની આવક વધી તો પીએમ મોદી કશુ ન બોલ્યા. રાફેલ સોદા પર પણ રાહુલે સરકાર પર નિશાન સાધ્યુ. તેમણે કહ્યુ કે જ્યારે પીએમ મોદી ગયા તો સોદાના બજેટ વધારી દેવામાં આવ્યો.  જાદુથી આ ભાવ 1600 કરોડ રૂપિયા થઈ ગયો. રાહુલ ગાંધીએ રક્ષા મંત્રી નિર્મલા સીતારમણ પર પણ નિશાન સાધ્યુ. તેમણે રક્ષા મંત્રી પર રાફેલ સૌદાના યોગ્ય ભાવ ન બતાવવાનો આરોપ લગાવ્યો.  તેના પર સ્પીકર સુમિત્રા મહાજને કહ્યુ - રાહુલ વારેઘડીએ રક્ષા મંત્રીનુ નામ લઈ રહ્યા છે. તેથી તેમને જવાબ આપવાની તક આપવામાં આવશે. 

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર