AIIMS Result 2017: MBBS Entrance Examના રિઝલ્ટનું થયુ એલાન

ગુરુવાર, 15 જૂન 2017 (10:59 IST)
એમ્સના એમબીબીએસની ઓનલાઈન થયેલ પ્રવેશ પરીક્ષાના પરિણામ જાહેર કરી દીધા છે. આ પહેલા સરકારે એક પેનલના પેપર લીક થવાના આરોપોને રદ્દ કરી દીધા હતા. પરિણામ ગઈકાલે રાત્રે લગભગ સવા બે વાગ્યે જાહેર કરવામાં આવ્યુ અને આ સત્તાવાર વેબસાઈટ Aiimsexams.org અને એમ્સની છ અન્ય વેબસાઈટ પર મળી રહેશે.  જે વિદ્યાર્થીઓએ આ પરીક્ષામાં ભાગ લીહો છે તે પોતાનુ પરિણામ આ વેબસાઈટ પર જોઈ શકે છે. 
 
એમબીબીએસ પાઠ્યક્રમ માટે પ્રવેશ પરીક્ષા 28 મે ના રોજ આખા દેશમાં વિવિધ કેન્દ્રો પર આયોજીત કરવામાં આવી હતી અને લગભગ 2.8 લાખ વિદ્યાર્થીઓએ તેમા ભાગ લીધો હતો.  મધ્યપ્રદેશમાં વ્યાપમ ઘોટાળાનો ભાંડો ભોડનારા આનંદ રાયે 31 મે ના રોજ આરોપ લગાવ્યો હતો કે એમ્સના એમબીબીએસ પાઠ્યક્રમની પ્રવેશ પરીક્ષાનું આ વર્ષે પેપર લીક થઈ ગયુ છે. જ્યાર પછી સંસ્થાએ આ તપાસ કરવા માટે એક સમિતિની રચના કરી હતી કે પરીક્ષાના સ્નૈપશોટ્સ સાર્વજનિક કેવી રીતે થયા. 
 
AIIMS MBBS Entrance Result 2017: પરિક્ષા પરિણામ રજુ થયુ અહી ચેક કરો 
 
એમ્સની સમિતિએ પોતાની રિપોર્ટમાં કહ્યુ કે કોઈ પ્રશ્નપત્ર લીક થયુ નથી.  જો કે ઉત્તર પ્રદેશના એક પરીક્ષા કેન્દ્રના વિદ્યાર્થી કેટલાક અધિકારીઓની મદદથી નકલમાં સામેલ હતા. આ મામલાની સીબીઆઈ તપાસ કરવાની પણ ભલામણ કરી છે. 
 
સૂત્રોએ કહ્યુ કે મુખ્ય ચિકિત્સા સંસ્થાને પોતાના આંતરિક તંત્રના માધ્યમના વિદ્યાર્થી અને કેન્દ્રની ઓળખ કરી લીધી છે.  રાયે ટ્વીટોની શ્રેણીમાં પ્રવેશ પરીક્ષાના પ્રશ્ન પત્રની તસ્વીરોને પોસ્ટ કર્યુ હતુ. 
 
તેમણે એક સૂત્રથી પ્રશ્નપત્રના સ્ક્રીન શૉટ મળવાનો દાવો કર્યો હતો જેના વિશે તેમણે કહ્યુ હતુ કે આ પરિક્ષા દરમિયાન લખનૌના એક કોલેજમાંથી લીક થયો છે. રાયે પોતાના ટ્વીટને પ્રધાનમંત્રી કાર્યાલયને પણ ટૈગ કર્યો હતો અને મામલાની સીબીઆઈ તપાસની માંગ કરી હતી. 

વેબદુનિયા પર વાંચો