Cyclone Shaheen- રાજ્યમાં હવે 'શાહિન' વાવાઝોડું સક્રિય - તોફાનની અસરથી ભારે વરસાદની આગાહી, જાણો ગુજરાતને કેટલો ખતરો

બુધવાર, 29 સપ્ટેમ્બર 2021 (10:09 IST)
એક ઓક્ટોબરથી કચ્છના નલિયામાં દરિયા કિનારે વાવાઝોડું આકાર લેશે. શાહિન વાવાઝોડા દિશા નલિયાથી કરાચી અને ઓમાનની હશે. કચ્છ, જામનગર અને દ્વારકામાં ભારે પવન સાથે વરસાદ પડશે. સાથેજ સૌરાષ્ટ્રમાં પણ ભારે વરસાદ રહેશે. આપને જણાવી દીએ કે  શાહિન વાવાઝોડાને કારણે 3 દિવસ સુધી ભારે વરસાદ રહેવાની સંભવના છે.  
સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદ 
હવામાન વિભાગ દ્વારા પણ આગામી સૌરાષ્ટ્ર, દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. આજે વલસાડ, દમણ, દાદરા નગર હવેલીમાં વરસાદ રહેશે. સાથેજ રાજકોટ, જૂનાગઢ, આણંદમાં વરસાદની આગાહી છે. ઉપરાંત નર્મદા, સુરત,ડાંગ નવસારીમાં વરસાદની આગાહી કરવામાં આવી છે. સાથેજ તાપી અને અમરેલીમાં પણ વરસાદની આગાહી કરવામાં આવી છે. 
 
અત્યાર સુધી ગુલાબ વાવાઝોડાની અસરના લીધે ગુજરાતના આકાશ પર સંકટના વાદળ ઘેરાયા હતા, હવે એક નવી આફત માથે મંડરાઈ રહી છે. ગુલાબની અસરના લીધે ઉત્તરીયપૂર્વ અરબી સમુદ્રમાં ડીપ ડિપ્રેશન ઉદ્દભવ્યું છે, જેના લીધે અન્ય એક વાવાઝોડું ગુજરાતના દરિયાઈ વિસ્તારોમાં ત્રાટકે તેવી શક્યતાઓ ઉભી થઈ છે. હવામાન વિભાગ મુજબ ગુલાબની ઘાત ગુજરાતના માથેથી ટળી છે પરંતુ તેના કારણે વધુ એક વાવાઝોડું ત્રાટકી શકે તેવા સંકેત મળી રહ્યાં છે.
 
આ ચક્રવાતી તોફાન “ગુલાબ ” ને કારણે હજુ ચોમાસુ બાકી છે. ઝારખંડ હવામાન વિભાગના જણાવ્યા પ્રમાણે જમશેદપુરમાં 2 ઓક્ટોબર સુધી વરસાદ પડવાની આગાહી છે એટલું જ નહીં, આ વાવાઝોડાને કારણે ઓડિશા, આંધ્રપ્રદેશ, તેલંગાણા, મહારાષ્ટ્ર અને ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તારોમાં 30 સપ્ટેમ્બર સુધી ભારે વરસાદની ચેતવણી આપવામાં આવી છે.

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર