ભુતાવીના મૃત્યુના સમાચાર બે વર્ષ પહેલા આવ્યા હતા, પરંતુ સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદ (UNSC) એ તેને સ્વીકારવાનો ઇનકાર કર્યો હતો. પરંતુ યુએનએ હવે સ્વીકાર્યું છે કે એલઈટીના સ્થાપક સભ્યોમાંના એક અબ્દુલ સલામ ભુતાવી મૃત્યુ પામ્યા છે.
સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદની વેબસાઈટ પર ઉપલબ્ધ માહિતી અનુસાર હાફિઝ અબ્દુલ સલામ ભુતાવી લશ્કર-એ-તૈયબાનો ડેપ્યુટી કમાન્ડર અને હાફિઝ સઈદનો નજીકનો હતો. જ્યારે હાફિઝ સઈદ જેલમાં ગયો ત્યારે ભુતાવીએ લશ્કર જમાત ઉદ દાવાની કમાન સંભાળી અને કેરટેકર તરીકે કામ કર્યું. તે લશ્કરના આતંકવાદીઓને આદેશ અને ફતવા જારી કરતો હતો.