માઈક્રોસોફ્ટ કો-ફાઉંડર બિલ ગેટ્સ અને તેમની પત્ની મેલિંડા ગેટ્સે પોતાના 27 વર્ષના લગ્નનો અંત લાવતા બંનેયે અલગ રહેવાનો નિર્ણય લીધો. બંને તરફથી રજુ એક નિવેદનમાં કહેવામાં આવ્યુ છે કે તેઓ પોતાના વૈવાહિક સંબંધો ખતમ કરી રહ્યા છે, અને જીવનના આગામી પડાવમાં તેઓ બંને સાથે નથી રહી શકતા. જો કે જુદા થઈને પણ બંને વચ્ચે એક કડી રહેશે જે તેમને જોડી રાખશે.
બંનેયે તેમના ઓફિશિયલ ટ્વિટર હેન્ડલ પરથી એક નિવેદન રજુ કર્યુ છે. જેના મુજબ 'અમારા સંબંધો વિશે ખૂબ વિચાર્યા પછી અને તેને બચાવવાની દરેક શક્ય કોશિશ કર્યા બાદ અમે અમારા લગ્ન સમાપ્ત કરવાનો નિર્ણય લીધો છે. છેલ્લા 27 વર્ષોમાં, અમે ત્રણ શાનદાર બાળકોને ઉછેર્યા અને એક એવુ ફાઉંડેશન બનાવ્યુ જે દુનિયાભરમાં લોકોને એક સ્વસ્થ અને લાભકારી જીવન આપી શકે. અમે બંને આ ફાઉંડેશન માટે આગળ પણ કામ કરતા રહીશુ પણ પતિ-પત્નીના રૂપમાં અમારા જીવનના આગામી પડાવમાં જીવી નથી શકતા. અમે નવુ જીવન શરૂ કરવા જઈ રહ્યા છે. તેથી લોકો પાસે અમારા પરિવાર માટે સ્પેસ અને પ્રાઈવેસી કાયમ રાખવાની આશા રાખીએ છીએ.