Picnic Spot- સાતમ-આઠમ માટે બેસ્ટ પિકનિક સ્પોટ

ગુરુવાર, 7 સપ્ટેમ્બર 2023 (13:08 IST)
Gujarat Pcnic spot -ગુજરાતમાં કૃષ્ણ જન્મોત્સવ અને સાતમ- આઠમનો તહેવાર એટલે કે મિની વેકેશના આ દરમિયાના લોકો ફરવા માટે સ્થાન શોધતા રહે છે અમને ગુજરાતમાં જંગલો, નદીઓ, ધોધ, હીલ સ્ટેશન, કેમ્પસાઈટ સહિત અનેક એવા હરવા ફરવા લાયક સ્થળો આવેલાં છે જ્યાં તમને મોજ-મસ્તીની સાથે મનની શાંતિ પણ મળશે. તમામ સ્થળો એવા છે જ્યાં તમે તમારી પર્સનલ કારમાં સરળતાથી પહોંચી શકો છો. 
 
Polo Forest- ગુજરાતનુ મીની કાશમીર
 
સાબરકાંઠા જિલ્લાના વિજયનગર ગુજરાતનું મીની કાશ્મીર તરીકે ઓળખાય છે, પોલો ફોરેસ્ટમાં રાજ્યભરમાંથી લોકો નિહાળવા આવે છે. પ્રથમા વરસાદ પડતા જ પોળો ફોરેસ્ટમાં ચારે બાજુ નદીમાં નીર આવતા પ્રકૃતિ સોળે કલાએ ખીલી ઉઠી છે.
1. પોલો ફોરેસ્ટ જંગલ સાબરકાંઠા જિલ્લાના વિજયનગર તાલુકામાં આવેલું છે. તે હિંમતનગરથી 70 કિમી અને અમદાવાદથી 160 કિમીના અંતરે છે.આ જંગલની વચ્ચેથી હરણાવ નદી વહેતી હોય મોટો બંધ અને અનેક નાના આડબંધ બાંધવામાં આવ્યા છે. અહી તમે બારેય મહિના આવી શકો છો. તો એક દિવસીય પીકનીક પણ મળી શકો છો.
 
2. નર્મદા ડેમ અને નદીના સામા કિનારે લગભગ 8 કિમીના અંતરે આવેલા ઝરવાણીનો ધોધ જંગલની વચ્ચે આવેલા ખૂબ જ રમણીય જગ્યા છે. 
 
3. મહેસાણાના સતલાસણા તાલુકામાં તારંગા કે તારંગાહિલ નામે ઓળખાતી 1200 ફિટ ઉંચી ટેકરી આવેલી છે. મુખ્યરૂપે તો તે અરવલ્લીની પર્વતમાળાનો એક ભાગ જ છે. અહીંની પર્વતોની સુંદરતા જોવાલાયક છે. અહી સુંદર જૈન મંદિરો આવેલા છે. 
 
4.  સ્ટેચ્યૂ ઓફ યૂનિટીની ભેટ આપી. આજે સરદાર પટેલની 182 મીટર ઉંચી પ્રતિમા ગુજરાત રાજ્ય અને ભારત દેશમાં સેન્ટર ઓફ અટ્રેક્શન બની છે. અહીં હજારોની સંખ્યામાં લોકો આવે છે. 

5. સાપુતારા દક્ષિણ ગુજરાતમાં ડાંગ જિલ્લામાં આવેલા એક માત્ર એવુ હિલસ્ટેશન છે, જે આશરે 1000 મીટર જેટલી ઉંચાઈ પર આવેલુ છે. અહી ઉનાળાની ભીષણ ગરમીમાં પણ તાપમાન આશરે 30 ડિગ્રીથી ઓછુ રહે છે. ગુજરાતમાં આવેલુ એકમાત્ર હિલસ્ટેશન એકવાર તો જવુ જ જોઈએ. અહી નૌકાવિહાર, સ્ટેપ ગાર્ડન, સનસેટ પોઈંટ, સનરાઈઝ પોઈંટ અને ઋતુભરા વિદ્યાલય વગેરે જોવાલાયક છે. ગુજરાતનુ આ હિલસ્ટેશન વીકએંડ ગેટવે તરીકે જાણીતુ છે. તેથી વર્તમાનમાં સરકારે પણ આ હિલસ્ટેશનને વધુ ને વધુ વિકસાવવાના પ્રયત્નો આરંભી દીધા છે.
 

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર