ઓરિસ્સા ઉપર લો પ્રેશર એરિયા અને મોન્સૂન ટ્રક મધ્ય ભારત ઉપર બની છે. જેથી સુરત સહિત રાજ્યમાં આગામી દિવસોમાં હળવાથી ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. દરમિયાન વહેલી સવારથી સુરત શહેરમાં વરસાદી માહોલ છવાયો છે. સવારથી સેન્ટ્રલ ઝોનમાં 8 મિમિ, નોર્થ ઝોનમાં 5 મિમિ, ઈસ્ટ ઝોનમાં 6 મિમિ, સાઉથ વેસ્ટ ઝોનમાં 3 મિમિ અને સાઉથ ઈસ્ટ ઝોનમાં 1 મિમિ વરસાદ નોંધાયો છે. દક્ષિણ ગુજરાતમાં છેલ્લા બે દિવસથી હળવો વરસાદ પડી રહ્યો છે. દરમિયાન છેલ્લા 24 કલાકમાં સૌથી વધુ નવસારીના ચીખલીમાં 2.7 ઈંચ વરસાદ નોંધાયો છે. જ્યારે ગણદવેીમાં 1.8 ઈંચ વરસાદ નોંધાયો છે.