પાકિસ્તાન મરીને સૌરાષ્ટ્રના 60 માછીમારોનું 11 બોટ સાથે અપહરણ કર્યું

શુક્રવાર, 15 ડિસેમ્બર 2017 (12:27 IST)
1 1 બોટ સાથે દરિયામાં માછલી પકડવા ગયેલા સૌરાષ્ટ્રના 60 જેટલા માછીમારોનું પાકિસ્તાની મરીને અપહરણ કરી લીધું છે.  આંતરરાષ્ટ્રીય જળસીમાએ બુધવારે રાત્રે 6 બોટનું અપહરણ કરવામાં આવ્યું અને ફરીથી ગુરુવારે વહેલી સવારે 5 બોટનું અપરણ કરાયું હતું. ભારત-પાકિસ્તાનના ખાટા સંબંધોના પગલે અનેકવાર બંને દેશોના માછીમારોની આવી સ્થિતિ થતી હોય છે. એવામાં તેમને જેલમાં ઘણા સમય સુધી બંધ કરી રાખવામાં આવતા હોય છે. જો કે બાદમાં તેને સરકાર દ્વારા જો પગલાં લેવામાં આવે તો બંને દેશો તરફથી અમુક સંખ્યામાં માછીમારોને છોડવામાં આવતા હોય છે, પરંતુ ત્યાં સુધી માછીમારોના પરિવારની સ્થિતિ સમજવી શક્ય નથી. એક તરફ પાકિસ્તાન ભારતની જમીનની સરહદે પણ વારંવાર ગોળીબાર કરીને દેશના જવાનોને ઘાયલ કરી રહ્યું છે અને બીજી તરફ માત્ર પોતાનું ગુજરાન ચલાવવા દરિયામાં નીકળી પડેલા માછીમારોને પણ પાકિસ્તાન દ્વારા અપહરણ કરી લેતા સ્થિતિ ગંભીર બની રહી છે.

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર