સરકારની મોટી જાહેરાત:હવે દરેક દિવસે કોલસાનું ઉત્પાદન 20 લાખ ટન થશે, સરકારે સંકટનું કારણ પણ જણાવ્યું

બુધવાર, 13 ઑક્ટોબર 2021 (11:33 IST)
દેશમાં ચાલી રહેલા હાલના કોલસાના સંકટને પહોંચી વળવા માટે કેન્દ્ર સરકારે સંપૂર્ણ તૈયારીઓ કરી દીધી છે. રાજ્યો, વીજળી કંપનીઓ અને રેલવે દ્વારા કોલસાની માગને પૂરી કરવા માટે કેન્દ્ર સરકાર સંપૂર્ણ રીતે તૈયાર છે. સરકાર એક સપ્તાહની અંદર દૈનિક કોલસાના ઉત્પાદનને 19.4 મિલિયનથી વધારીને 2 મિલિયન ટન (20 લાખ ટન) કરવા જઈ રહી છે.
 
વિદેશી કોલસાની આયાતમાં 12 ટકાનો ઘટાડો એએનઆઇના જણાવ્યા મુજબ, વિદેશી કોલસાની આયાતમાં 12 ટકાનો ઘટાડો આવ્યો છે, જેને વીજળી કંપનીઓ મિક્સ કરે છે. જ્યારે આયાત કરાતા કોલસાની કિંમત વધી ગઈ તો આવી સ્થિતિમાં પોતાની ખોટની ભરપાઈ કરવા માટે કંપનીઓ ઘરેલુ કોલસા તરફ શિફ્ટ થઈ ગઈ અને ઘરેલુ કોલસા શોધી રહી છે. 
 
મહારાષ્ટ્ર, રાજસ્થાન, મધ્યપ્રદેશ મોટા ડિફોલ્ટર
મહારાષ્ટ્ર, રાજસ્થાન, મધ્યપ્રદેશ, કર્ણાટક, પશ્ચિમ બંગાળ અને તામિલનાડુ મોટા ડિફોલ્ટર છે. આ તમામ રાજ્યોને કોલ ઈન્ડિયાને 20,000 કરોડ રૂપિયાની ચુકવણી કરવાની છે. સરકારી સૂત્રોનું કહેવું છે કે મોટી માત્રામાં રકમ ચૂકવવાની નીકળતી હોવા છતાં આ રાજ્યોમાં કોલસાનો સપ્લાય કરવામાં આવે છે અને આગળ જતા પણ વીજળી-કોલસાનો સપ્લાય ચાલુ રખાશે.

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર