કિંગ ઓફ સારંગપુર - સાળંગપુરમાં હનુમાન દાદાની વિશાળ પ્રતિમાનું અનાવરણ, આજે અમિત શાહ ભોજનાલય ખુલ્લુ મુકશે

ગુરુવાર, 6 એપ્રિલ 2023 (07:53 IST)
સાળંગપુર કષ્ટભંજન દેવ મંદિરમાં કિંગ ઓફ સાળંગપુરની પ્રતિમાનું ગઈકાલે અનાવરણ કરવામાં આવ્યું છે. હનુમાન જયંતિના એક દિવસ પહેલાં જ એટલે કે  આ મૂર્તિને વડતાલ ગાદીના આચાર્ય રાકેશપ્રસાદદાસ સહિત અન્ય સંતો દ્વારા લોકાર્પણ કરવામાં આવ્યું છે.સંતો અને ભક્તોની મોટી સંખ્યામાં હાજરીથી સમગ્ર પરિસર ભક્તિમય બન્યું છે. અનાવરણ બાદ ભક્તો દાદાની વિરાટ પ્રતિમાના દર્શનનો લાભ લઈ રહ્યા છે. એટલું જ નહીં હનુમાનજીની આ પ્રતિમાએ સાળંગપુરની શોભામાં ચાર ચાંદ લગાવી દીધા છે.

આજે  હનુમાન જયંતિના દિવસે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ અહીંના ભોજનાલયને ખુલ્લું મુકશે. લોકાર્પણ પ્રસંગે અહીં લાઈટ એન્ડ સાઉન્ડ શો, ડાન્સ, ડોક્યુમેન્ટ્રીથી લઈને વિવિધ કાર્યક્રમો યોજાવાના છે. તો અહીં લોક ગાયક કલાકાર ઓસમાન મીર અને નિર્મલદાન ગઢવી પણ પર્ફોર્મન્સ આપશે. સાળંગપુર કષ્ટભંજન દેવ મંદિર પરિસરમાં  લોકાર્પણ થનાર હનુમાનજીની આ મહાકાય મૂર્તિને હરિયાણાના માણેશ્વરમાં તૈયાર કરવામાં આવી હતી. જે બાદ તેના અલગ અલગ પાર્ટને બાય રોડ લાવવામાં આવ્યાં હતા. જેને જોઈન્ટ કરવાનું કામ લગભગ છેલ્લા 8 મહિનાથી ચાલી રહ્યું હતું. ગુજરાતના સારંગપુર કષ્ટભંજન હનુમાન મંદિરમાં હનુમાનજીની 54 ફૂટ ઊંચી પ્રતિમાનું ઉદ્ઘાટન થઈ ગયું છે. આ પ્રસંગે લાખો ભક્તો પણ દર્શન કરી ધન્યતા અનુભવી હતી. આ પ્રોજેક્ટને ‘કિંગ ઓફ સારંગપુર’ નામ અપાયું હતું. આ મૂર્તિ એટલી વિશાળ છે કે તેના 7 કિલોમીટર દૂરથી પણ દર્શન કરી શકાય છે. હનુમાનજીની પ્રતિમાનું વજન 30 હજાર કિલો છે.

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર