ગુજરાતની ભાજપ સરકારે નવરાત્રી દરમિયાન વેકેશનની જાહેરાત કરી છે, ૧૫ થી ૨૧ ઓક્ટોબર સુધીના જાહેર કરાયેલા નવરાત્રી વેકેશન પર સરકાર ભલે મોટી મોટી વાતો કરતી હોય પણ ઊંડા ઉતરીએ તો સમાન્ય લોકોએ સંપૂર્ણ વાત સાંભળીને કોઈ હકારાત્મક પ્રતિક્રિયા નથી આપી.
છેલ્લા કેટલાક દિવસથી જોવા મળતી અવઢવની સ્થિતિ વચ્ચે શનિવારે રાજ્ય સરકાર, શિક્ષણ તંત્રએ સીબીએસઇ અને અન્ય બોર્ડની શાળાઓ માટે નવરાત્રિ વેકેશન મરજીયાત હોવાનું જાહેર કર્યુ હતુ. જોકે, સરકાર, શિક્ષણ તંત્રના આ નિર્ણયથી સીબીએસઇ શાળાના શિક્ષકો, સંચાલકો તો ખુશ થયા છે, પરંતુ ગુજરાત બોર્ડની શાળાના સંચાલકો, વાલીઓનો ઉચાટ ઔર વધી ગયો છે. કારણ કે, શનિવારના નિર્ણયને મુદ્દે ખાનગી શાળા સંચલાકો આકરા તેવર દેખાડી રહ્યા છે.