વર્ષ 2018નુ બીજુ સૂર્ય ગ્રહણ આવતીકાલે પડશે. ઉલ્લેખનીય છે કે સૂર્યગ્રહણના 12 કલાક પહેલા સૂતક લાગી જાય છે અને આ દરમિયાન કેટલાક કાર્યો કરવાની મનાઈ હોય છે. આ સૂર્યગ્રહણ આંશિક હશે. ગ્રહણનો સમય ભારતીય સમય મુજબ સવારે 7 વાગીને 18 મિનિટ 23 સેકંડથી શરૂ થશે જે 8 વાગીને 13 મિનિટ 5 સેકંડ સુધી રહેશે. તમે આ દરમિયાન કેટલાક ઉપાયો કરીને તેનો લાભ ઉઠાવી શકો છો.