26 જાન્યુઆરીએ દેશના 939 પોલીસ કર્મચારીઓને મળશે વીરતા પુરસ્કાર, ગુજરાતના 19 પોલીસ અધિકારીઓનો સમાવેશ

મંગળવાર, 25 જાન્યુઆરી 2022 (16:38 IST)
પ્રજાસત્તાક દિવસે વીરતા પુરસ્કાર મેળવનાર પોલીસ અધિકારીઓ અને કર્મીઓના નામની જાહેરાત કરી દેવાઈ છે. રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ 26 જાન્યુઆરીએ  દેશના કુલ 939 પોલીસ કર્મીઓને તેમના શૌર્ય માટે વીરતા પુરસ્કાર એનાયત કરશે જેમાં ગુજરાતના કુલ 17 પોલીસ અધિકારીઓ તથા 2 કર્મચારીઓને વીરતા પુરસ્તાર એનાયત કરાશે. 
 
ગુજરાતના 19 પોલીસ અધિકારીઓ અને કર્મીઓની પસંદગી
વીરતા પુરસ્કાર માટે ગુજરાતના 9 પોલીસ અધિકારીઓ અને કર્મીઓની પસંદગી કરાઈ છે આ તમામ અધિકારીઓ અને કર્મીઓને રાષ્ટ્રપતિના હસ્તે વીરતા પુરસ્કાર એનાયત કરવામાં આવશે.
 
189 વીરોને પોલીસ મેડલથી સન્માનિત કરવામાં આવશે તો વિશિષ્ટ સેવા માટે 88 વીરોને રાષ્ટ્રપતિ પોલીસ મેડલ અને 662ને સરાહનીય સેવા માટે પોલીસ મેડલ આપવામાં આવશે. પોલીસ મેડલ મેળવનારર 189 વીરોમાંથી 134 કર્મીઓને જમ્મુ અને કાશ્મીર ક્ષેત્રમાં તેમની વીરતા બદલ સન્માનિત કરવામાં આવશે. દેશની સુરક્ષામાં અદમ્ય સાહસ દેખાડનાર વીર જવાનોને દર વર્ષે પ્રજાસત્તાક દિવસના અવસરે વીરતા પુરસ્કારથી સન્માનિત કરાય છે.પોલીસ મેડલથી સન્માનિત થનારા વીરોમાં 10 વીરોને પોતાની બહાદુરી માટે છત્તીસગઢમાં પોલીસ મેડલ, દિલ્હી માટે 3, ઝારખંડ માટે 2, મધ્યપ્રદેશ માટે 3, મહારાષ્ટ્ર માટે 7, મણિપુર માટે 1, ઉત્તર પ્રદેશ માટે 1 અને ઓડિશામાં 9 વીરોને પોલીસ મેડલથી નવાજવામાં આવશે જેમણે પોતાની અદમ્ય સાહસનું પ્રદર્શન કર્યું છે. સીઆરપીએફના 30 જવાનોને પોલીસ મેડલ પણ એનાયત કરવામાં આવશે. સાથે જ એસએસબીના ત્રણ જવાનોને પોલીસ મેડલ પણ આપવામાં આવશે.

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર