ઓસ્ટ્રેલિયાના PM એન્થોની અલ્બેનિસ ગુજરાતનાં રંગોમાં રંગાયા

ગુરુવાર, 9 માર્ચ 2023 (00:08 IST)
ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે બોર્ડર-ગાવસ્કર ટ્રોફી ટેસ્ટ સિરીઝની અંતિમ મેચ 9 માર્ચના રોજ અમદાવાદના મોટેરા ખાતે નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાવવાની છે. ટેસ્ટ સિરીઝની છેલ્લી મેચમાં ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ઓસ્ટ્રેલિયાના વડાપ્રધાન એન્થોની અલ્બેનીઝ પણ હાજર રહેવાના છે.

 
આજે ઓસ્ટ્રેલિયાના પીએમ ગાંધી આશ્રમની મુલાકાત કરી હતી. તેઓએ ગાંધીજીને શ્રદ્ધાંજલિ અર્પણ કરતાં વિઝિટર બુકમાં નોંધ લખી હતી કે, 'ગાંધીજીને શ્રદ્ધાંજલિ આપવી તે મારા માટે ગર્વની વાત છે. આજે પણ તેમનું જીવન દર્શન અને જીવનના મૂલ્યો વિશ્વને પ્રેરણા આપે છે. તેમના જીવનમાંથી ઘણું બધું શીખવાનું છે.'
 
ઓસ્ટ્રેલિયાના વડાપ્રધાન એન્થની એલ્બાનીઝ પણ ગુજરાતમાં અનેરા ઉત્સાહ સાથે રંગોના ઉત્સવમાં જોડાયા હતા. હાલ ઓસ્ટ્રેલિયાના વડાપ્રધાન એન્થની એલ્બાનીઝ ભારતની ચાર દિવસના પ્રવાસે આવ્યા છે. આ દરમિયાન ભારતમાં તહેવારની મોસમ પણ ચાલી રહી છે, ત્યારે ઓસ્ટ્રેલિયાના PM પણ ભારતમાં તહેવારની મજા માણી રહ્યા છે. ઓસ્ટ્રેલિયા વડાપ્રધાન આજે અમદાવાદ આવી પહોંચ્યા છે. આ દરમિયાન તેમણે હોળીના રંગોમાં રંગાઈ ભારતીય તહેવારમાં અનેરો ઉત્સાહ દાખવ્યો હતો. ઓસ્ટ્રેલિયાના વડાપ્રધાન એન્થની એલ્બાનીઝને મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ અને રાજ્યપાલ આચાર્ય દેવવ્રતે હોળીના રંગમાં રંગ્યા હતા.
 

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર