Health tips Gujarati - રોજ રસોઈમાં વાપરો લીલા ધાણા તમને થશે આ 5 વિશેષ ફાયદા

શનિવાર, 15 મે 2021 (11:24 IST)
કોઈપણ ડિશની સુગંધ અને સ્વાદને વધારવા માટે લીલા ધાણાનો ખૂબ ઉપયોગ કરવામાં આવે છે. લીલા ધાણા નાખવાથી તમારી દરેક ડિશ ખૂબ જ ટેમ્પટિંગ લાગે છે.  ખાવામાં સ્વાદ વધારનારી આ મેજિક પાનના ફાયદાથી પણ ભરપૂર છે. આવો જાણી લઈએ તેના ફાયદા... 
 
આ પોષક તત્વોથી ભરપૂર છે ધાણા 
 
પ્રોટીન, વસા, ફાઈબર, કાર્બોહાઈડ્રેટ, મિનરલ હોય છે.  આ ઉપરાંત લીલા ધાણામાં કેલ્શિયમ, ફોસ્ફોરસ, આયરન, કૈરોટીન, થિયામીન, પોટેશિયયમ અને વિટામીન સી પણ જોવા મળે છે. 
 
ડાયાબિટીઝમાં લાભકારી 
 
લીલા ધાણા બ્લડ શુગર લેવાલને કંટ્રોલ કરવા માટે રામબાણ માનવામાં આવે છે. ડાયાબિટીસના રોગીઓ માટે લીલા ધાણા કોઈ જડીબુટ્ટી જેવા જ છે. તેનુ  નિયમિત સેવનથી બ્લડમાં ઈંસુલિનની માત્રાને કંટ્રોલ કરી શકાય છે. 
 
પાચન શક્તિ વધારવામાં કારગર 
 
લીલા ધાણા પેટની સમસ્યાઓ દૂર કરવામાં લાભકારી હોવા ઉપરાંત તે પાચનશક્તિને વધારવામાં પણ લાભકારી બની શકે છે. પેટની સમસ્યાઓ જેવી કે પેટમાં દુ:ખાવો થતા અડધા ગ્લાસ પાણીમાં બે ચમચી ધાના નાખીને પીવાથી પેટના દુ:ખાવામાં રાહત મળી શકે છે. 
 
એનીમિયાથી રાહત અપાવે 
 
ધાણા તમારા શરીરમાં લોહીને વધારવામાં લાભકારી હોવા સાથે જ આ આયરનથી પણ ભરપૂર હોય છે. તેથી આ એનીમિયાને દૂર કરવામાં લાભકારી બની શકે છે. સાથે જ એંટીઓક્સીડેંટ, મિનરલ, વિટામિન એ અને સીથી ભરપૂર હોવાને કારણે ધાણા કેંસરથી પણ બચાવ કરે છે. 
 
આંખોની રોશની વધારે છે 
 
લીલા ધાના વિટામિન એથી ભરપૂર હોય છે જે આંખો માટે ખૂબ લાભકારી માનવામાં આવે છે. રોજ લીલા ધાણાનુ સેવન કરવાથી આંખોની રોશની વધે છે. 
 
કોલેસ્ટ્રોલને ઘટાડે છે 
 
લીલા ધાણા ખાવાની મહેંક વધારવા સાથે જ તમારા કોલેસ્ટ્રોલનુ લેવલ ઘટાડવામાં લાભકારી હોઈ શકે છે. લીલા ધાણામાં એવા તત્વો જોવા મળે છે, જે કોલેસ્ટ્રોલને ઘટાડી શકે છે.  આ માટે કોલેસ્ટ્રોલથી પીડિત વ્યક્તિને ધાણાના બીજને ઉકાળીને તેનુ પાણી પીવડાવવુ લાભકારી સાબિત થઈ શકે છે. 

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર