જો આજે નમાજ થઈ તો... ઉત્તરકાશીમાં ધારા 163, મસ્જિદને લઈને વધ્યો વિવાદ

શુક્રવાર, 25 ઑક્ટોબર 2024 (12:52 IST)
Masjid in Uttarkashi
ઉત્તરકાશી. હિમાચલ પ્રદેશની રાજધાની શિમલાના સંજૌલી મસ્જિદ વિવાદ પછી હવે ઉત્તરાખંડના ઉત્તરકાશી જીલ્લામા મસ્જિદને લઈને વિવાદ શરૂ થઈ ગયો છે. હંગામો વધતો જોઈને ઉત્તરકાશી જીલ્લામાં સરકારે ધારા 163 BNSS લાગુ કત છે. આ પછી જિલ્લામાં એકસાથે 5 કે તેથી વધુ લોકોના એકઠા થવા પર સંપૂર્ણ પ્રતિબંધ રહેશે. જિલ્લામાં કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તે માટે આ ધારા લગાવવામાં આવી છે.
 
લાઠીચાર્જના વિરોધમાં સમગ્ર યમુનાઘાટીમાં આજે બંધ નુ એલાન કરવામાં આવ્યુ છે . બીજી બાજુ સ્વામી દર્શન ભારતીએ એલાન કર્યુ છે કે જો આજે જીલ્લા મુખ્યાલયમાં નમાજ થઈ તો તેઓ ઉગ્ર આંદોલન કરશે, જિલ્લામાં સતત તંગદિલીનો માહોલ જોવા મળી રહ્યો છે. ગુરુવારે થયેલા તોફાનોમાં 27 લોકો ઘાયલ થયા છે. એક પ્રદર્શનકારી સહિત બે પોલીસ કર્મચારીઓને ઉચ્ચ કેન્દ્રમાં મોકલવામાં આવ્યા છે.
 
તમને જણાવી દઈએ કે ગત ગુરુવારે જિલ્લામાં જમીન ખાતાધારકોની જમીન પર બનેલી મસ્જિદને હટાવવાને લઈને હિન્દુ સંગઠનો દ્વારા જાહેર વિરોધ રેલી કાઢવામાં આવી હતી. આ દરમિયાન ભીડે સંગઠનની રેલી પર પથ્થરમારો કર્યો હતો, જેના કારણે તણાવની સ્થિતિ સર્જાઈ હતી. ઘટનાસ્થળે હાજર પોલીસકર્મીઓએ પરિસ્થિતિને કાબૂમાં લેવા માટે લાઠીચાર્જ કરવો પડ્યો હતો.

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર