ટીમ ઈન્ડિયાના રોહિત શર્માએ સૌથી વધુ 133 રન બનાવ્યા હતા, પરંતુ તેની સદી એળે ગઇ હતી. રોહિતે કેરિયરની 22મી સદી ફટકારી હતી. આ મામલામાં તેમણે સૌરવ ગાંગુલીની 22 સદીની સરખામણી કરી લીધી હતી. ભારતે 4 રન પર 3 વિકેટ ગુમાવ્યા પછી ટીમ ઈન્ડિયાના ધોનીએ 51 રનની ઇનિંગ રમી હતી. રોહિત અને ધોનીએ ચોથી વિકેટ માટે 137 રનની ભાગેદારી કરી હતી. ટીમ ઇન્ડિયા તરફથી મહેન્દ્રસિંહ ધોનીએ 51 રન નોંધાવ્યા હતા જ્યારે કેપ્ટન વિરાટ કોહલી માત્ર 3 રન બનાવી રિચર્ડસનની ઓવરમાં માર્કસ સ્ટોઇનિસના હાથે કેચ આઉટ થઈ ગયો હતો.