બિહારનાં હાજીપુરમાં રૂંવાંટા ઉભા કરી દેનારો મામલો સામે આવ્યો છે. અહી એક કામચલાઉ ડોક્ટર દંપતીએ પહેલા તો પોતાનાં ગેરકાયદેસર નર્સિંગ હોમમાં ગર્ભપાત કરી નાખ્યો. ત્યારપછી જ્યારે યુવતીની તબિયત બગડવા લાગી ત્યારે ડોક્ટરોએ પુરાવાને નષ્ટ કરવાના ઈરાદાથી પોતાના પાલતુ કૂતરાને ભ્રૂણ ખવડાવ્યું. આ મામલો ત્યારે સામે આવ્યો જ્યારે યુવતીના મૃત્યુ બાદ પરિવારે પોલીસ સ્ટેશનમાં ડોક્ટર વિરુદ્ધ FIR નોંધાવી.