એવી ચર્ચા છે કે કોંગ્રેસમાં આ વાતને લઈને મંથન ચાલી રહ્યુ છે કે પ્રિયંકાને મોદી વિરુદ્ધ ચૂંટણી મેદાનમાં ઉતારવામાં આવે. આ પહેલા સપા બસપા સાથે વાત કરીને પ્રિયંકાને સમર્થન આપવાની વાત કરવામાં આવી છે. સૂત્રોનુ કહેવુ છે કે મોદી વિરુદ્ધ કોંગ્રેસ અને વિપક્ષી દળ એક ચોંકાવનારુ પગલુ ઉઠાવવા જઈ રહ્યા છે. પ્રિયંકાની ઉમેદવારીની જાહેરાત નામાંકન પત્રના અંતિમ દિવસ કે એક દિવસ પહેલા કરી શકાય છે.