ઉદ્યોગપતિ મુકેશ અંબાનીની કંપની રિલાયંસ જિયોએ વોડાફોન આઈડિયા અને ભારતીય એયરટેલ વિરુદ્ધ ખેડૂત આંદોલનની આડમાં તેમના વિરુદ્ધ ખોટો પ્રચારનો આરોપ લગાવ્યો છે. રિલાયંસ જિયોએ આ સંબંધમાં ભારતીય દૂરસંચાર નિયામક પ્રાધિકરણ (TRAI)ને ફરિયાદ કરી છે અને આ ટેલીકોમ કંપનીઓ વિરુદ્ધ સખત એક્શન લેવાની માંગ કરી છે. બીજી બાજુ વોડાફોન આઈડિયા અને ભારતીય એયરટેલે જિયોના આરોપોને રદ્દ કર્યા છે અને તેને ખોટા બતાવ્યા છે.
ટ્રાઈએ 11 ડિસેમ્બરના રોજ લખેલ પત્રમાં જિયોએ આરોપ લગાવ્યો છે કે મોટી સંખ્યામાં પોર્ટ કરાવવાનો અનુરોધ મળી રહ્યો છે. જ્યા કસ્ટમર તેને જ એકમાત્ર કારણ બતાવી રહ્યા છે. આ કસ્ટમર્સને જિયોની સેવાથી કોઈ ફરિયાદ કે પરેશાની નથી. ટ્રાઈને લખેલ પત્રમાં રિલાયંસ જિયોએ કહ્યુ કે તેમણે 28 સપ્ટેમ્બરના રોજ પણ આ અંગેની ફરિયાદ મળી હતી, છતા પણ કંપનીઓ પર કોઈ અસર થઈ નથી. રિલાયંસ જિયોનો આરોપ છે કે એયરટેલ અને વોડાફોન આઈડિયા અનિતિક રીતે દેશના ઉત્તરી ભાગમાં ખેડૂતોના આંદોલનનો ફાયદો ઉઠાવવાની કોશિશ કરી રહી છે.
એયરટેલે આપો જવાબ
આ દરમિયાન ભારતી એયરટેલે જિયો રિલાયંસના આરોપોને નકારી દીધા છે અને બેબુનિયાદ બતાવ્યા છે. જિયોની ફરિયાદ પર પ્રતિક્રિયા આપતા Airtel એ કહ્યુ કે તેને આ અંગેની માહિતી મીડિયાના માધ્યમથી મળી છે. પોતાના નિવેદનમાં એયરટેલે કહ્યુૢ કેટલાક પ્રતિદ્વદીઓ તરફથી ઉશ્કેરવા છતા, જેને અમે જાણીએ છીએ કે તેઓ બેબુનિયાદ આરોપ લગાવવા માટે કોઈપણ હદ સુધી જઈ શકે છે, કેવી પણ રણનીતિ અપનાવી શકે છે અને ડરાવશે-ધમકાવશે, અમે હંમેશા પારદર્શિતા સાથે કેટલાક એવા કામ કર્યા છે જેના પર અમને ગર્વ છે.