ડાયાબિટિસના દર્દીઓએ ઘઉંને બદલે ખાવી જોઈએ આ લોટની રોટલી...થશે ફાયદો
સોમવાર, 21 સપ્ટેમ્બર 2020 (18:52 IST)
ડાયાબિટીઝની સમસ્યા ઝડપથી વધતી જઈ રહી છે. આંકડાની વાત કરીએ તો ફક્ત ભારતમાં તેના દર્દીઓની સંખ્યા 8 કરોડથી વધે છે. ડાયાબિટીઝ લાઈફ સ્ટાઈલ ડિસઓર્ડર છે. જો યોય્ગ જીવનશૈલી અને સારી ડાયેટને ફોલો કરવામાં આવે તો તેનાથી બચાવ શક્ય છે. આયુર્વેદ વિશેષજ્ઞનુ માનીએ તો જૂના અને પારંપારિક ખાનપાનને પ્રોત્સાહિત કરવાથી આ બીમારીથી બચાવ કરી શકાય છે.
જવની રોટલી ખાવી લાભકારી - મધુમેહના રોગીઓ માટે ઘઉંની રોટલી ખાવાથી બચવુ જોઈએ. કારણ કે તેમા ફાયબરની માત્ર ઓછી અને ગ્લૂટેનની માત્રા વધુ હોય છે. આ બંને ડાયાબિટીસના રોગીઓ માટે યોગ્ય નથી. બીજી બાજુ જવની રોટલી ખાવાથી તેમા ભરપૂર માત્રામાં ફાયબર હોવાની આથે જ તેમા સ્ટાર્ચ પણ ઓછો હોય છે. સહેલાઈથી પચી પણ જાય છે. શુગર લેવલ કંટ્રોલમાં રહે છે. આ ઉપરાંત બાજરી, મક્કા અને જુવારની રોટલી ખાઈ શકાય છે. જો કોઈને આ અનાજોને ખાવાથી ગેસ કે કબજિયાતની સમસ્યા થાય છે તો તે તેમા અડધા ઘઉ મિક્સ કરી શકે છે.
કેળા કહવાથી બચો - ડાયાબિટીસના રોગીઓએ સિટ્સ ફ્રૂટ જેવા કે મૌસમી, કીનૂ, સંતરા વગેરે સાથે દાડમ, જામફળ ખાઈ શકે છે. પણ કેળા ખાવાથી બચવુ જોઈએ કારણ કે તેમા વધુ માત્રામાં કાર્બ્સ હોય છે. જો કોઈ ગોળ ખાવા માંગે છે તો જૂનો વધુ ગોલ્ડન દેશી ગોળ ખાઈ શકે છે. પણ ઓછી માત્રામાં ખાવો જોઈએ.
આખી દાળ ખાવી લાભકારી
શુગલના રોગીઓએ હંમેશા જ આખી દાળ જેવી કે મસૂર, મગ, ચણા અને તુવેરની દાળ ખાવ. છાલટાવાળી દાળમાં ફાયબર ભરપૂર પ્રમાણમાં હોય છે. જે આરોગ્ય માટે સારુ કહેવાય છે. ડાયાબિટીસના રોગીઓને અડદની દાળ ખાવાથી બચવુ જોઈએ. આ સાથે જ બધા પ્રકારના લીલા પાનવાળા અને મોસમી શાક ખાઈ શકેછે. પાલક, બથુઆ મેથીનુ શાક ખાઈ શકે છે. સરગવાનુ શાક કે સૂપ લઈ શકો છો. બની શકે તો બે આમળાનો રસ સીઝનમાં રોજ પીવો. સારુ રહેશે.
રોસ્ટેડ ચણા ખાવાથી ઘટે છે કોલેસ્ટ્રોલ - ડાયાબિટેસના રોગીઓનુ કોલેસ્ટ્રોલ લેવલ વધી જાય છે. તેના દર્દીઓએ રોસ્ટેડ ચણા, મગફળી, ચોખા કે મમરાકે પોપકોર્ન ખાઈ શકે છે. તેનાથી કોલેસ્ટ્રોલ લેવલ ઓછુ થાય છે. હાર્ટ સાથે જોડાયેલ બીમારીઓથી પણ બચાવ થાય છે.
હળદર અને ત્રિફળા વધુ લાભકારી
આયુર્વેદમાં ડાયાબિટીસની સારવાર માટે અનેક દવાઓ છે. ડાયાબિટિસમાં ત્રિફળા ખૂબ ઉપયોગી છે. ત્રિફળા અને મેથીનુ ચૂરણ સવારે લેવુ લાભકારી છે. રાત્રે સૂતી વખતે કુણા પણી સાથે ત્રણ ચોથાઈ ભાગ ત્રિફળા ચૂરણ અને એક ચોથાઈ ભાગ (અડધો ગ્રામ) હળદર પાવડર લેવુ પણ લાભકારી છે. આ ઉપરાંત અનેક ઔષધ છે જ્ને આયુર્વેદ ડોક્ટરની સલાહ પછી લઈ શકો છો.