રવિવારે એક સાથે ૧૦૦ જગ્‍યાએ મોદીની થ્રીડી સભા

શુક્રવાર, 4 એપ્રિલ 2014 (12:47 IST)
W.D

ભાજપના વડાપ્રધાન પદના ઉમેદવાર શ્રી નરેન્‍દ્ર મોદી આધુનિક ટેકનોલોજીની મદદથી દેશભરમાં થ્રીડી સભા સંબોધનાર છે. જેનો પ્રથમ તબક્કો રવિવારે યોજાનાર છે. રવિવારે સાંજે ૬ વાગ્‍યે તેઓ એક સ્‍થળે સ્‍ટુડીઓમાંથી સંબોધન કરશે અને પાર્ટી દ્વારા જ્‍યાં વ્‍યવસ્‍થા કરવામાં આવેલ હોય તેવી જગ્‍યાએ તેનુ પ્રસારણ થશે. તે દિવસે એક સાથે ૧૦૦ જગ્‍યાએ મોદીની થ્રીડી સભા થાય તેવી ભાજપની તૈયારી છે.

ગુજરાતમાં રવિવારે સાંજે ૬ વાગ્‍યે મોદીની સભાનું બે સ્‍થળોએ પ્રસારણ થશે. જેમાં ગાંધીનગર લોકસભા વિસ્‍તારના રાણીપ અને રાજકોટ લોકસભા વિસ્‍તારના જસદણનો સમાવેશ થાય છે. જસદણમાં નવા બસ સ્‍ટેશન સામે થ્રીડી સભાનું આયોજન છે.

વેબદુનિયા પર વાંચો