ચૂંટણી પરિણામ એ મારા માટે ગુજરાત રમખાણો પર લોકોનો નિર્ણય રહેશે - મોદી

ગુરુવાર, 17 એપ્રિલ 2014 (11:01 IST)
. બીજેપીના પીએમ કેંડિડેટ નરેન્દ્ર મોદીએ કહ્યુ છે કે 2014ની સામાન્ય ચૂંટણીનું પરિણામ 2002ના ગુજરાત રમખાણો પર લોકોનો નિર્ણય રહેશે. એક ખાનગી ચેનલના ઈંટરવ્યુમાં મોદીએ કહ્યુ કે આ આરોપ ખોટો છે કે તે રમખાણો પર બોલવાથી બચતા રહ્યા છે. મોદીએ કહ્યુ કે કેટલાક લોકોએ તેમને આ મુદ્દામાં ફંસાવવાનુ ષડયંત્ર રચ્યુ છે. 
 
મોદીએ કહ્યુ, 'હુ ચુપ નહોતો. મેં 2002-2007 દરમિયાન દેશના મોટા પત્રકારોના પ્રશ્નના જવાબ આપ્યા. જો કે મે જોયુ છે કે કોઈએ પણ સત્યને સમજવાનો પ્રયત્ન નથી કર્યો.' ગુજરાતમાં 2002માં થયેલ રમખાણોને સમયે મોદી રાજ્યના મુખ્યમંત્રી હતા. આ બાબતે સતત તેમને ધેરવાનો પ્રયત્ન થતો રહ્યો છે. મોદીએ કહ્યુ, 'મારે જે કહેવાનુ હતુ મે કહી દીધુ. હવે હુ જનતાની અદાલતમાં છુ અને તેમના નિર્ણયની રાહ જોઈ રહ્યો છુ. 2002ના પરિણામો વિશે વધુ પૂછતા મોદીએ આ વાત કરી. 
 
મોદીના નિકટના નેતાઓનુ માનવુ છે કે જો તેમને પ્રધાનમંત્રી બનવાનો જનાદેશ મળે છે તો ગુજરાત રમખાણોનો મામલો દબાય જશે. તેનાથી આંતરરાષ્ટ્રીય ફોરમ પર તેમની સ્વીકાર્યતા વધી જશે. ઉદાહરણ તરીકે જોઈએ તો  રમખાણોને કારણે અમેરિકાએ તેમને વીઝા આપવાની ના પાડી દીધી છે. 
 
આ ઈંટરવ્યુમાં મોદીએ કહ્યુ કે તે લોકતંત્ર પ્રત્યે પ્રતિબદ્ધ છે. તેમને મીડિયા વિશે કહ્યુ, 'જો મીડિયાએ મોદીની છબિ ખરાબ કરવાનુ કામ ન કર્યુ હો તો આજે મોદી વિશે કોણ જાણતુ ? અરવિંદ કેજરીવાલની આ ટિપ્પણી વિશે પૂછતા કે જો મોદી આગામી પ્રધાનમંત્રી બની જશે તો છાપાઓના સંપાદક દેશ છોડીને ભાગી જશે, ગુજરાતના મુખ્યમંત્રીએ કહ્યુ, 'છેલ્લા 14 વર્ષથી અમે ગુજરાતમાં સરકાર ચલાવી રહ્યા છે. હુ તમને પુછુ છે કે શુ કોઈ સંપાદક કે રિપોર્ટરે આવુ કર્યુ છે.' 
 
સુપ્રીમ કોર્ટની તરફથી બનાવેલ એસઆઈટીએ મોદીને 2002ના રમખાણો સાથે જોડાયેલ 9 મામલામાંથી મુક્ત કરી દીધા છે. મોદીએ કહ્યુ કે કોંગ્રેસની આગેવાનીવાળા યૂપીએ ગઠબંધનને આ વખતે સૌથી ખરાબ હારનો સામનો કરવો પડશે. જ્યારે કે બીજેપીના નેતૃત્વવાળા એનડીએને રેકોર્ડ સીટો મળશે. 

વેબદુનિયા પર વાંચો