જો ભાજપ જનલોકપાલ બિલ પાસ કરશે તો 'આપ' સમર્થન આપવા તૈયાર - પ્રશાંત ભૂષણ

મંગળવાર, 10 ડિસેમ્બર 2013 (13:39 IST)
P.R
દિલ્હીમાં સરકાર બનાવવા માટે આમ આદમી પાર્ટી અને ભાજપનાં ગઠબંધન અંગે થઇ રહેલી અટકળોને આપ પાર્ટીએ ફગાવી દીધી. પ્રશાંત ભૂષણનાં નિવેદનને આપ પાર્ટીએ વ્યક્તિગત ગણાવ્યુ.

આપ પાર્ટીનાં નેતા પ્રશાંત ભૂષણે કહ્યુ હતુ કે આમ આદમી પાર્ટી ભાજપને મુદ્દા આધારિત સમર્થન આપવા માટે તૈયાર છે. જેને લઇને ભાજપ અને આપનાં ગઠબંધનની અટકળો શરૂ થઇ હતી. પણ આખરે પ્રશાંત ભૂષણે ફેરવી તોળ્યુ અને કહ્યુ કે આ મારા અંગત વિચાર છે, પાર્ટીમાં તે અંગે કોઇ ચર્ચા થઇ નથી.

નોંધનીય છે કે એક ચેનલ સાથેની વાતચીતમાં ભૂષણે કહ્યુ હતુ કે ભાજપ અમને લેખિતમાં આપે કે તે આમ આદમી પાર્ટીનાં વાયદા મુજબ 29 ડિસેમ્બર સુધી જનલોકપાલ બિલ પાસ કરશે અને દિલ્હીમાં જનસભાની રચના કરશે, તો અમે સમર્થન આપવા અંગે વિચાર કરી શકીએ છીએ.

આપનાં નેતા કુમાર વિશ્વાસે કહ્યુ કે આ પ્રશાંત ભૂષણનું વ્યક્તિગત નિવેદન છે. અને આ બાબતે તેમણે પાર્ટીમાં કોઇ વાત નથી કરી.

વેબદુનિયા પર વાંચો