ક્રિસમસ ટ્રીને કેવી રીતે શણગારીએ-Tips For Christmas Tree decoration

બુધવાર, 23 ડિસેમ્બર 2020 (12:44 IST)
ક્રિસમસ નજીક આવી પહોચી છે. ઘણી બધી તૈયારીઓ કરવાની બાકી હશે. અરે ક્રિસમસ ટ્રીને પણ શણગારવાનું છે. તો આટલી બધી દોડધામ વખતે ઘણી વખત થોડાક હેરાન થઈ જઈએ છીએ કે ક્રિસમસ ટ્રીને કેવી રીતે શણગારીએ? તો આવો તેને માટે અમે થોડીક ટીપ્સ આપી છે નીચે-
 
સૌ પ્રથમ એક થર્મોકોલ લઈને તેની પર સ્ટાર બનાવી લો અને ત્યાર બાદ તેની પર સોનેરી પેપર ચોટાડી દો. હવે તેની આજુબાજુ નાના નાના કાણા કરીને તેને ક્રિસમસ ટ્રીની ટોચ પર સજાવી દો.
હવે સ્ટારની નીચે લાલ કલરની રિબીન લગાવી દો.
 
હવે નાના રંગબેરંગી બોલ બનાવવા માટે રૂ લઈને તેને નાની સાઈઝના ગોળાકાર બનાવી લો અને તેની ચારેતરફ ગુંદર લગાવી લો અને તેની પર રંગબેરંગી પ્લાસ્ટિક્સની થેલીઓ લગાવી લો. હવે તેની આજુબાજુ નાના કાણા કરીને દોરી બાંધી દો અને દોરીના બંને છેડાઓને જોડી દો. આ રીતે 8-10 બોલ બનાવીને તેને ક્રિસમસ ટ્રી પર લગાવી લો.
 
સ્નોમેન ક્રિસમસ ટ્રીનું ખાસ આકર્ષણ હોય છે તેથી તેને બનાવવા માટે રફ કાગળ લઈને એક નાનો અને એક મોટો બોલ બનાવી લો. તેને એકબીજાની સાથે જોડી લો. અને તેના પર રૂ લપેટી દો. નાના બોલ પર કાળા મોતી વડે આંખો બનાવી લો અને રંગીન ફૈલ્ટ પેપર વડે કાન અને મોઢુ બનાવી લો. સ્નોમેનના ગળામાં રંગીન રિબીન અને માથામાં ટોપીની જગ્યાએ બોટલનું રંગીન ઢાંકણું ચિપકાવી દો. બીજો સ્નોમેન પણ આ જ રીતે તૈયાર કરી લો. હવે આ બંનેને ક્રિસમસ ટ્રી પર લગાવી લો.
 
 હવે તમારૂ ક્રિસમસ ટ્રી અધુરૂ છે સાંતાક્લોઝ વિના. તો આવો એક થર્મોકોલને લઈને તેની પર ચહેરાનો આકાર કાપી લો. હવે તેની પર ગુલાબી કલરનું ફૈલ્ટ પેપર ચિપકાવી લો. હવે તેની ટોપી બનાવવા માટે એક ફૈલ્ટ પેપર લઈને ત્રિકોણાકાર કાપીને ટોપીની જગ્યાએ ચિપકાવી દો.
 
ટોપીની નીચે આંખના સ્થાને બે કાળા મોતી લગાવી લો અને દાઢીની જગ્યાએ રૂ દ્વારા સાંતાક્લોઝની દાઢી બનાવી લો.
 
હવે નાની નાની બેલ(ઘંટડી) લઈને તેને પણ ક્રિસમસ ટ્રી પર લગાવી લો.
 
હવે ક્રિસમસ ટ્રી પર નાના નાના રૂના ટુકડા મુકીને તમે બરફનો લુક આપી શકો છો.
 
આના પર સીરીઝ(નાના બલ્બ) લગાવી લો. આનાથી રાત્રીના અંધારામાં પણ તમારૂ ક્રિસમસ ટ્રી ખુબ જ સુંદર ઝગમગે ઉઠશે.
 
હવે લાગે છે ને તમારૂ ક્રિસમસ ટ્રી સુંદર! અરે પણ મીણબત્તી લગાવવાની તો રહી જ ગઈ. એક કામ કરો ક્રિસમસ ટ્રીની નીચે તમારી ગીફ્ટ મુકીને તેની પાસે એક મીણબત્તી સળગાવી લો.

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર