ભારતનો સારો મુસલમાન કેવો હોવો જોઈએ... જરૂરી નથી કે આ હિન્દુ નક્કી કરે...

શુક્રવાર, 30 માર્ચ 2018 (17:41 IST)
દેશમાં લિબરલ રાજનીતિ અને ચિંતનનો દાયરો સંકોચાઈ ગયો છે. પણ ખતમ થયો નથી. આ પણ સત્ય છે કે લિબરલ બુદ્ધિજીવી પણ પોતાની વાત ખૂબ સાચવીને કહી રહ્યા છે. સાર્વજનિક જીવનમાં ઘટતી ઉદારતા પર ચર્ચા કરવી પણ મુશ્કેલ થઈ ગઈ છે. લગભગ 17 કરોડની વસ્તીવાળા મુસલમાન અને તેમના મુદ્દા પર રાજનીતિક ચર્ચા કરવાનુ કામ ફક્ત અસદદુદ્દીન ઓવૈસી પર છોડી દેવામાં આવ્યુ છે. મુસલમાનો વિશે બોલવાથી  કોંગ્રેસી કે સમાજવાદી બધા જ દૂર રહેવા માંડ્યા છે પણ પાકિસ્તાન ચરમપંથી સંગઠન ઈસ્લામિક સ્ટેટ અને આતંકવાદનુ નામ લઈને મુસલમાનો પર નિશાન સાધનારા સૌથી આગળ છે. 
 
વર્તમાન દિવસોમાં દેશમાં અનેક ગંભીર બુદ્ધિજીવી આ ચર્ચામાં જોડાયા છે કે દેશના મુસલમાનોએ કેવુ હોવુ જોઈએ. તેમને કેવુ દેખાવવુ જોઈએ. શુ પહેરવુ જોઈએ શુ ખાવુ જોઈએ.. બીફ બેન પછી હવે ચર્ચા મોટાભાગે તેમની દાઢી અને બુરખા પર થવા માંડી છે. 
નફરતને રાજનીતિક પુંજી બનાવવાનો પ્રયત્ન અનેક વર્ષોથી ચાલી રહ્યો હતો જે હવે સફળ થતો દેખાય રહ્યો છે.  વાતાવરણ એવુ બનાવી દીધુ છે કે મુસલમાન મતલબ એક એવો વ્યક્તિ જેની આ દેશ પ્રત્યે નિષ્ઠા શંકાસ્પદ છે. 1857થી લઈને 1947 સુધી દેશ માટે જીવ આપનારા હજારો મુસલમાનો વિશે આવુ વાતાવરણ એ લોકોએ બનાવ્યુ છે જેમણે આઝાદીની લડાઈમાં સામેલ ન થવાનો નિર્ણય કર્યો હતો.  1947માં પાકિસ્તાન જવાનો વિકલ્પ હોવા છતા આ દેશ પ્રત્યે પ્રેમ  જ તો હતો અને હિંદુઓ પર વિશ્વાસ હતો કે લાખો લાખો લોકો પાકિસ્તાન ગયા નહી. 
 
હવે હિંદુઓના નેતૃત્વનો દમ ભરનારા સંગઠનોએ દેશભક્તિનુ પ્રમાણપત્ર વહેંચવાની જવાબદારે પોતાના ઉપર લઈ લીધી છે. દાઢી રાખનારા નમાજ વાંચનારા ટોપી પહેરનારા મુસલમાન આપમેળે જ અયોગ્ય જાહેર થઈ જાય છે.  તેમને તો એપીજે અબ્દુલ કલામના સાંચામાં ફિટ થનારો મુસલમાન જોઈએ જે ગીતા વાંચે ને વીણા વગાડે પણ પોતાના ધર્મનુ કોઈ લક્ષણ જાહેર ન થવા દે. 
 
બીજી બાઉ ભજન કીર્તન તીર્થયાત્રા ધાર્મિક જયકારા અને તિલક વગેરે લગાવવાને દેશભક્તિનુ લક્ષણ બતાવાય રહ્યુ છે. મતલબ જે આવુ નહી કરે તે દેશભક્ત નથી. દેખીતુ છે કે મુસલમાન આપમેળે જ બાજુ પર થઈ જશે. 
 
જોવા મળ્યુ છે કે જ્યારે પણ સરકારની કોઈ નિષ્ફળતા પરથી પડદો ઉઠે છે અને કોઈ દુશ્મનની શોધ કરવામાં આવે છે તો સરકાર પ્રાયોજીત રાષ્ટ્રવાદ તેને હવા આપવા માંડે છે. દુશ્મન વિરુદ્ધ લોકોને વાળવા ખૂબ સરળ હોય છે. 
 
આ પ્રકારનો રાષ્ટ્રવાદ દરેક એ વ્યક્તિ કે સંગઠનનો શત્રુના રૂપમાં રજુ કરે ક હ્હે જેના વિશે શક થઈ જાય કે તે સ્થાપિત સત્તાને કોઈ રૂપે પડકાર આપી શકે છે. તે કોઈ ટ્રેડ યૂનિયન કોઈ વિદ્યાર્થી સંગઠન કોઈ એનજીઓ જન આંદોલન કે કોઈ અન્ય સંગઠન હોય શકે છે.  ટીવી ચેનલો પર થનારી ચર્ચામાં આ વાત લગભગ રોજ જ રેખાંકિત થઈ રહી છે જેમા સ્પષ્ટ દેખાય રહ્યુ છે કે લક્ષ્યની ઓળખ કરીને નિશાનેબાજી થઈ રહી છે. જેના કારણે મુસલમાન હોવુ અને ચેનથી રહેવુ મુશ્કેલ થતુ જઈ રહ્યુ છે. 
આ પ્રક્રિયામાં  એક લેખનો ઉલ્લેખ કરવો યોગ્ય રહેશે. જેમા લખ્યુ છે કે એક દલિત રાજનેતાએ મુસલમાનો કહ્યુ કે તમે મારી સભામાં જરૂર આવો પણ એક ખાસ પ્રકારની ટોપી કે બુરખો પહેરીને ન આવશો. આ મુસલમાનોના વિકલ્પ છીનવી લેવાનો એક પ્રયાસ છે.  
 
મુસલમાનો પર દબાણ - આ એવો સમય છે જ્યારે સરકારનુ બધુ ધ્યાન ફક્ત મુસલમાનોમાં સામાજીક સુધાર લાવવા પર છે ત્રણ તલાક હજની સબસીડી અને હલાકા વગેરે પર જે જોશથી ચર્ચા થઈ રહી ક હ્હે તેનાથી મુસલમાનો પર એક દબાણ બન્યુ છે કે તેઓ આ દેશમાં કેવી રીતે રહેશે તેનો નિર્ણય બહુસંખ્યક હિન્દુ કરશે.  
 
જ્યારે રાષ્ટ્ર અને માનવતાના કોઈ મુદ્દાને ઠીક રીતે સમજવાની જરૂર પડે છે તો એક માણસ એવો છે જેની વાતો સાચુ સોનુ હોય ચે.  આ વાતની પડતાલ કરવી જરૂરી છે કે રાષ્ટ્રવાદ દેશપ્રેમ અને માનવતા વિશે મહાત્મા ગાંધી શુ કહે છે. 
 
મારા સપનાનુ ભારતમાં મહાત્મા ગાંધીએ લખ્યુ છે કે મારા માટે દેશપ્રેમ અને માનવપ્રેમમાં કોઈ ભેદ નથી.  બંને એક જ છે. હુ દેશપ્રેમી છુ કારણ કે હું માનવપ્રેમી છુ. દેશપ્રેમની જીવન-નીતિ કોઈ કુળ કે કબીલાના અધિપતિની જીવન નીતિથી અલગ નથી અને જો કોઈ દેશપ્રેમી એટલો જ ઉગ્ર માનવ પ્રેમી નથી તો કહેવુ જોઈએ કે તેના દેશપ્રેમમાં કમી છે. 
 
 
ગાંધી લખે છે જે રીતે દેશપ્રેમનો ધર્મ અમને આજે અહી શિખવે છે કે વ્યક્તિને પરિવાર માટે પરિવારને ગામ માટે અને ગામને જનપદ માટે અને જનપદને પ્રદેશ માટે મરતા સીખવુ જોઈએ. એ જ રીતે કોઈ દેશને સ્વતંત્ર એ માટે  હોવુ જોઈએ કે તે જરૂર પડૅતા સંસારના કલ્યાણ માટે પોતાનુ બલિદાન આપી શકે. તેથી રાષ્ટ્રવાદની મારી કલ્પના એ છે કે મારો દેશ તેથી સ્વાધિન હોય કે પ્રયોજન ઉપસ્થિત થતા બધા જ દેશ માનવ જાતિની પ્રાણરક્ષા માટે સ્વેચ્છાપૂર્વક મૃત્યુને આલિંગન કરે. તેમા જાતિદ્વેષ માટે કોઈ સ્થાન નથી. મારી કામના છે કે આપણો રાષ્ટ્રપ્રેમ આવો જ હોય. 
 
રાષ્ટ્રવાદની સાચી તસ્વીર - મહાત્મા ગાંધીએ બિલકુલ સ્પષ્ટ શબ્દોમાં કહ્યુ - આપણો રાષ્ટ્રવાદ બીજા દેશો માટે સંકટનુ કારણ નથી હોઈ શકતો. કારણ કે જે રીતે આપણે કોઈને આપણુ શોષણ નહી કરવા દઈએ એ જ રીતે આપણે પણ કોઈનુ શોષણ નહી કરીએ. સ્વરાજ્યથી આપણે બધી માનવ-જાતિની સેવા કરીશુ. મહાત્મા ગાંધીની આ વાત રાષ્ટ્રવાદની અવધારણા તેને સંકીર્ણતાથી ખૂબ દૂર લઈ જાય છે અને સાચા શબ્દોમાં આ જ રાષ્ટ્રવાદની સાચી તસ્વીર છે. 
 
મહાત્મા ગાંધી સારી રીતે સમજતા હતા કે દેશભક્તિનો આધાર ધર્મ નથી હોઈ શકતો અને એ પણ કોઈપણ ધર્મમાં ફેરફારનો અવાજ તેની અંદરથી આવવો જોઈએ. બહારથી આવનારા અવાજ પર સકારાત્મક પ્રતિક્રિયાની શક્યતા નથી. ઉદાહરણ રૂપે કેટલા હિન્દુ પોતાના ધાર્મિક-સામાજીક-સાંસ્કૃતિક જીવન પર મુસલમાનો કે ઈસાઈયોની ટીકા-ટિપ્પણી સાંભળવુ પસંદ કરશે ?
 
ગાંધીજી નૈતિક બળ પર વિશ્વાસ રાખતા હતા જ્યારે કે હાલ દેશની રાજનીતિ સંખ્યાબળ પર ચાલી રહી છે. 

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર