આપણા દેશમાં એક તરફ કરોડપતિઓ અને અબજપતિઓની કમી નથી ત્યાં બીજી તરફ એવા લોકો પણ છે જેમની પાસે કામ નથી પરિણામે તેઓ પોતાની ગરીબીનું દળદર ફીટવા માટે અવનવા તરીકાઓ અપનાવતા હોય છે ક્યારેક તેઓ આંધળી ચાકરણને શોધતા ફરે છે ક્યારેક ઘુવડને શોધતા ફરે છે તો ઘોડાની નાળ ઘરમાં સમૃદ્ધિ લાવે છે તેવી માન્યતા તો વર્ષોથી પ્રચલિત છે આથી દરેક ઘરમાં તે જોવા મળે છે પણ આ માન્યતાઓને કારણે પેલા બિચારા નિર્દોષ પ્રાણી પર શું વીતતી હશે તેનો કોઇ ખ્યાલ કરતું નથી હાલમાં પણ ઘોડાની નાળનું ભૂત લોકો પર સવાર થયું હોવાને કારણે તે નાળ બીજા માટે તો નસીબદાર બનતી હશે કે નહી પણ ઘોડા માટે તો કમનસીબી જ બનીરહી છે.તેમાંય કાળા ઘોડાની નાળનો લોકો આગ્રહ રાખતા હોવાને કારણે તે ઘોડાઓનું જીવન નર્ક બની જવા પામ્યું છે. કારણકે વારંવાર નાળ કાઢવાને કારણે તેનો પગ ઘાયલ થઇ જાય છે અને પરિણામે તે સારી રીતે ફરી શકતો નથી. ઘોડાનાં માલિકો એક જ દિવસમાં ચાર ચાર નાળ વેચતા હોય છે અને એ માટે ક્યારેક તેમને એક નાળનાં ૫૦૦ રૂ. સુધી મળી જતા હોય છે.