જાણો ભગવાન શિવના બાર જ્યોતિર્લિંગમાંથી એક સોમનાથ વિશે

ગુરુવાર, 16 ફેબ્રુઆરી 2017 (18:02 IST)
અહી અમે તમને ભગવાન શિવના બાર જ્યોતિર્લિંગ વિશે બતાવી રહ્યા છે અને સાથે પહેલા જ્યોતિલિંગની સ્ટોરી પણ સંભળાવી રહ્યા છે. વાંચો ભગવાન શિવના બાર જ્યોતિર્લિંગ વિશે વિસ્તારપૂર્વક માહિતી. 
 
ભારતમાં ભગવાન શિવને મુખ્ય હિન્દુ ઈશ્વર માનવામાં આવે છે અને તેમની પૂજા અનેક રીતે કરવામાં આવે છે. ભગવાન શિવ ત્રિમૂર્તિનો એક ભાગ છે અને તેમને વિનાશના સ્વામી માનવામાં આવે છે. ભગવાન શિવની પૂજા, લિંગના રૂપમાં કરવામાં આવે છે અને ભગવાન શિવના કુલ 12 જ્યોર્તિલિંગ છે. ભગવાન શિવના 12 જ્યોતિર્લિંગ છે. ભગવાન શિવના 12 જ્યોતિર્લિંગનુ મહત્વ જુદુ જુદી છે.  બધા શિવભક્ત પોતાના જીવનમા6 આ 12 જ્યોતિર્લિંગના ક્યારેય ને ક્યારેય દર્શન કરવા જરૂર માંગે છે.  પણ દરેક માટે તેમના દર્શન પોતાના જીવનકાળ દરમિયાન કરી શકવા શક્ય નથી હોતા. છતા અનેક લોકો કોશિશ કરીને એક કે બે જ્યોતિર્લિંગોમાં દર્શન કરીને જ આવે છે. 
 
આ જ્યોતિર્લિંગોના દવાદશા જ્યોતિર્લિંગના નામથી પણ ઓળખવામાં આવે છે. એવુ કહેવાય છે કે ભગવાન શિવ આ સ્થાન પર અવતરિત થયા હતા અને શિવલિંગના રૂપમાં વિદ્યમાન થઈ ગયા હતા. જે પણ વ્યક્તિ આ 12 જ્યોતિર્લિંગોની યાત્રા કરી લે છે તેને જીવન-મૃત્યુના ચક્રથી મુક્તિ મળી જાય છે.  હિન્દુ ધર્મ મુજબ, મોક્ષની પ્રાપ્તિ માટે આ સ્થાનોની યાત્રા સૌથી સરળ ઉપાય છે. બીજો વિશ્વાસ એ પણ છે કે બધા જ્યોતિર્લિંગ શિવના લિંગના રૂપમાં છે.  તેમા જ્યોતિ વિદ્યમાન રહે છે.  આ જ્યોતિને દરેક કોઈને દ્વારા નથી જોઈ શકાતી. જે વ્યક્તિ ઉચ્ચ દાર્શનિક અને આધ્યાત્મિક સ્તરને સ્પર્શી લે છે અને તેને આ જ્યોતિ દેખાવવા માંડે છે. 
 
આ 12 જ્યોતિર્લિંગનુ વિવરણ, આ શ્લોકમાં આ રીતે આપવામાં આવ્યુ છે... 
 
सौराष्ट्रे सोमनाथं च श्रीशैले मल्लिकार्जुनम्। 
उज्जयिन्यां महाकालमोङ्कारममलेश्वरम्॥ 
परल्यां वैद्यनाथं च डाकिन्यां भीमशङ्करम्। 
सेतुबन्धे तु रामेशं नागेशं दारुकावने॥ 
वाराणस्यां तु विश्वेशं त्र्यम्बकं गौतमीतटे। 
हिमालये तु केदारं घुश्मेशं च शिवालये॥ 
एतानि ज्योतिर्लिङ्गानि सायं प्रातः पठेन्नरः। 
सप्तजन्मकृतं पापं स्मरणेन विनश्यति॥ 
एतेशां दर्शनादेव पातकं नैव तिष्ठति। 
कर्मक्षयो भवेत्तस्य यस्य तुष्टो महेश्वराः॥: 
 
એવુ કહેવાય છેકે જે પણ વ્યક્તિ આ 12 જ્યોતિર્લિંગોની પૂજા કરે છે તેના બધા પાપ માફ થઈ જાય છે અને તેને જીવન-મૃત્યુના ચક્રથી મુક્તિ મળી જાય છે. આવો આ 12 જ્યોતિર્લિંગોમાંથી પહેલા જ્યોતિર્લિંગ વિશે વિસ્તારપૂર્વક વાંચો... 
સોમેશ્વર જ્યોતિર્લિંગ 
 
સ્થાન - આ જ્યોતિર્લિંગ ગુજરાતના સૌરાષ્ટ્રમાં પ્રભાસ પાટણમાં સોમનાથ મંદિરમાં છે. આ ઉપરાંત ગુજરાતમાં એક બીજુ જ્યોતિર્લિંગ દ્વારકા પણ છે. જેને નાગેશ્વર જ્યોતિર્લિંગના નામથી ઓળખવામાં આવે છે.  
 
નિર્માણ - આ પ્રથમ જ્યોતિર્લિંગનુ નિર્માણ 7મી શતાબ્દીમાં કરવામાં આવ્યુ હતુ. આ મંદિરને તોડી દેવામાં આવ્યુ હતુ અને ત્યારબાદ તેને અનેકવાર બનાવવામાં આવ્યુ હતુ. વર્તમના સમયમાં જે મંદિર છે.  તેને આઝાદી પછી બનાવવામાં આવ્યુ હતુ. 
 
કેવી રીતે નામ પડ્યુ 
 
સોમનાથનુ વર્ણન, સ્કંદ પુરાણના પ્રભાસ કંદ નામના અધ્યાયમાં જોવા મળે છે. એવુ કહેવાય છે કે પ્રભાસમાં શિવલિંગને કાલભૈરવ શિવલિંગ કહેવામાં આવતુ હતુ. તેની પૂજા ચંદ્ર, ભગવાન ચંદ્રના દ્વારા કરવામાં આવતી હતી.  તેમને સોમનાથના નામથી પણ ઓળખવામાં આવે છે જેનો અર્થ ચંદ્રના ગુરૂ થાય છે. મહાભારતમાં પણ તેનુ વર્ણન તમને મળી જશે. 
 
તેને જ્યોતિર્લિંગના રૂમાં કેમ જોડવામાં આવ્યુ - સ્પર્શ લિંગને આગની ઝોળ (દીવાની શગ) ના રૂપમાં અહી ઉલ્લેખિત કરવામાં આવ્યુ છે. ઋગ્વેદમાં તેને સવારમાં, યજુર્વેદમાં તેને બપોરમાં અને સામવેદમાં સાંજ અને અર્થવવેદમાં તેને રાત્રિમાં જોવામાં આવે છે.   
 
લિંગનું વર્ણન - અહીના લિંગનો કાર માત્ર એક ઈંડા જેટલો છે જેને સૂર્યના સમાન ચમકવાળો માનવામાં આવે છે.  અહી લિંગ જમીનની નીચે અને તેને જોઈ નથી શકાતો. 
 
આ જ્યોતિર્લિંગના પાછળ સ્ટોરી - સ્ટોરી આ રીતની છેકે દક્ષ પ્રજાપતિની 27 સિતારે પુત્રીઓ હતી. દક્ષે તેમનો વિવાહ, ભગવાન ચંદ્ર દેવ સાથે કર્યુ. પણ ચંદ્ર દેવ, રોહિણીના ખૂબ નિકટ હતા અને તેઓ બાકીની પત્નીઓને નકારી દેતા હતા. તેનાથી દક્ષ પ્રજાપતિ ક્રોધિત થઈ ગયા અને તેમણે તેમને શાપ આપી દીધો કે તેઓ અનસ્તિત્વ થઈ જશે.  
 
તેથી તેને ચંદ્રમાના ઘટાવમાં જોઈ શકાય છે. ત્યારબાદ શાપથી દુખી થઈને ચંદ્ર દેવ, સોમેશ્વરમાં ભગવાન શિવની પૂજા કરીને આવ્યા.  ભગવાન શિવ પ્રકટ થયા અને તેનાથી વરદાન માંગવા કહ્યુ. ભગવાન શિવે શ્રાપને સમાપ્ત ન કર્યો પણ તેમને અડધો સમય ચમકવાળો અને અડધો સમય અંધારાવાળો બનાવી દીધો. ત્યારથી પૂર્ણિમા અને અમાવસ્યા થવા લાગ્યા.  
 
જ્યોતિર્લિંગનુ આધ્યાત્મિક મહત્વ - ભગવાન બ્રહ્મા મુખ્ય ત્રિમૂર્તિઓમાંથી એક છે. એવુ કહેવાય છે કે આ સ્થાન પર સૌ પહેલા મંદિર બનાવવામાં આવ્યુ હતુ.  
 
અહી ઉજવાતા તહેવારો - અહી મહાશિવરાત્રિનો તહેવાર ખૂબ જ ધૂમધામથી ઉજવાય છે. આ ઉપરાંત અહી સોમનાથ મહાદેવનો મેળો પણ લાગે છે.  આ ભગવાન શિવના પુત્ર કાર્તિકના જન્મ દિવસ પર લગાવવામાં આવે છે. 

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર