સનાતન ધર્મમાં વૈદિક મંત્ર ૐ નમ: શિવાયનુ ખાસ મહત્વ છે.
ૐ નમ: શિવાયના જાપથી જીવનના મોટાથી મોટા કષ્ટોને ખતમ કરી શકાય છે.
Benefit Of Om namah Shivay: સનાતન ધર્મમાં વૈદિક મંત્ર ૐ નમ શિવાયનુ ખાસ મહત્વ છે. એવુ કહેવાય છે કે આના જાપથી જીવનના મોટામા મોટા કષ્ટ ખતમ કરી શકાય છે. ભલે તે શારીરિક હોય કે પછી માનસિક્ આ ફક્ત એક મંત્ર નથી, આ એક શુભ્રતાનુ પ્રતિક છે. આ મંત્રનો ઈતિહાસ હજારો વર્ષ જૂનો છે. જેની શોધ કરવી ખૂબ જ મુશ્કેલ છે.
નમ: નો અર્થ છે નમવુ
શિવાય - આનો અર્થ છે શિવ કે આંતરિક સ્વ.
સામાન્ય રીતે ૐ નમ: શિવાયનો અર્થ હુ શિવને નમન કરુ છુ. એક રીતે આ મંત્રનો અર્થ છે ખુદને નમ કરવુ કારણ કે શિવ બધાની અંદર પોતાની ચેતનાના રૂપમાં વિરાજમાન છે.