જ્યોતિષ શાસ્ત્રમાં સાધના માટે ત્રણ રાત વિશેષ માનવામાં આવી છે. તેમા શરદ પૂર્ણિમાની મોહરાત્રિ, દિવાળીની કાલરાત્રિ અને મહાશિવરાત્રિ ને સિદ્ધ રાત્રિ માનવામાં આવી છે. માઘ મહિનાના કૃષ્ણ પક્ષની ચતુર્દશી તિથિને મહાશિવરાત્રિનો મહાપર્વ ઉજવાય છે. આ વર્ષે આ તહેવાર 8 માર્ચ 2024ના રોજ ઉજવાશે. આવો જાણીએ આ પાવન પર્વ પર એ કયા કામ છે જે ન કરવા જોઈએ.
શિવ પૂજા દરમિયાન ભૂલથી પણ ન કરો આ 7 ભૂલ
1. શંખ જળ - ભગવાન શિવે શંખચૂડ નામના અસુરનો વધ કર્યો હતો. શંખને એ જ અસુરનુ પ્રતિક માનવામાં આવે છે જે ભગવાન વિષ્ણુનો ભક્ત હતો તેથી વિષ્ણુ ભગવાનની પૂજા શંખથી થાય છે. પણ શિવજીની પૂજામાં શંખનો પ્રયોગ ન કરવો જોઈએ.
2. ફુલ - ભગવાન શિવની પૂજામાં કેસર દુપહરિકા, માલતી, ચમ્પા, ચમેલી, કુન્દ, જૂહી વગેરેના ફુલ ન ચઢાવવા જોઈએ
3. કરતાલ - ભગવાન શિવની પૂજા સમયે કરતાલ ન વગાડવુ જોઈએ.
4. તુલસી પાન - જલંધર નામના અસુરની પત્ની વૃંદાના અંશમાથી તુલસીનો જન્મ થયો હતો જેને ભગવાન વિષ્ણુએ પત્નીના રૂપમાં સ્વીકારી કર્યા છે. તેથી શિવજીની પૂજામાં તુલસીદળનો પ્રયોગ ન કરવો જોઈએ.