Mahashivratri 2024 : માઘ મહિનાના કૃષ્ણ પક્ષની ચતુર્દશીના રોજ મહાશિવરાત્રિ ઉજવાય છે. મહાશિવરાત્રી એક એવો મોટો હિન્દુ તહેવાર છે જેમાં મહાદેવના તમામ ભક્તો તેમને ખુશ કરવામાં વ્યસ્ત થઈ જાય છે. ભગવાન શિવને પ્રસન્ન કરવા માટે તેમની પૂજાની સાથે તેમને અર્પણ કરવામાં આવતા પ્રસાદ પર વિશેષ ધ્યાન આપવું જોઈએ, કારણ કે તમારાથી થયેલી નાનકડી ભૂલ પણ ભગવાન શિવને નારાજ કરી શકે છે. ભગવાન શિવને પ્રસન્ન કરવા માટે શું ચઢાવવું જોઈએ તે વિશે ઘણા લોકો અજાણ છે. ચાલો આજે અમે તમને જણાવીએ કે મહાશિવરાત્રીના દિવસે તમે ભગવાન ભોલેનાથને કયો પ્રસાદ ચઢાવીને પ્રસન્ન કરી શકો છો.
શિવને અર્પણ કરો આ પ્રસાદ
1. મખાનાની ખીર - મહાશિવરાત્રિ પર, આપ ભગવાન શિવને મખાનાની ખીર અર્પણ કરી શકો છો. માત્ર ઉપવાસ દરમિયાન જ નહીં, ઘણા લોકો ખાસ પ્રસંગોએ આ ખીર બનાવવાનું અને ખાવાનું પણ પસંદ કરે છે. મખાનાની ખીર ઘણાં બધાં ડ્રાયફ્રુટ્સ સાથે તૈયાર કરવામાં આવે છે. તેને બનાવવા માટે ચોખાને બદલે શેકેલા મખાનાનો ઉપયોગ કરવામાં આવે છે. તેનો સ્વાદ વધારવા માટે તમે ઈલાયચી અને કેસર પણ સામેલ કરી શકો છો.
2. ભાંગના પકોડા - ભગવાન શિવને તમે આ પકોડાનો પણ ભોગ લગાવી શકો છો. આ પ્રસાદને બેસન અને કેટલીક શાકભાજીઓ સાથે બનાવવામાં આવે છે. એટલુ જ નહી તેમા ભાગના પાવડર પણ મિક્સ કરવામાં આવે છે. આ પ્રસાદને બનાવવ્યા પછી ભગવાન શિવને તેનો ભોગ લગાવો. યાદ રાખો કે તેને બનાવતી વખતે લસણ-ડુંગળીને હાથ ન લગાવશો કે ન તો તેનો ઉપયોગ ભગવાન સાથે જોડાયેલ કોઈપણ વસ્તુ સાથે કરો.
3. શીરો - મહાશિવરાત્રી પર તમે ભગવાનને શીરો પણ અર્પણ કરી શકો છો. જો તમે ઇચ્છો તો, તમે શીરો બનાવવા માટે રવો અથવા રાજગરાનો લોટનો ઉપયોગ કરી શકો છો. શીરો બનાવ્યા બાદ તેનો સ્વાદ વધારવા માટે ડ્રાય ફ્રૂટ્સનો ઉપયોગ કરી શકાય છે. મહાશિવરાત્રિ પર ભગવાન શિવને શીરાનો પ્રસાદ ચઢાવવાથી તે ખૂબ જ પ્રસન્ન થાય છે અને ભક્તોની મનોકામનાઓ પણ પૂર્ણ કરે છે.
4. ઠંડાઈ - ભગવાન શિવનો ઠંડાઈ સાથે ઉંડો સંબંધ છે. તેથી તમામ ભક્ત મહાશિવરાત્રિ પર ભોલેનાથને ઠંડાઈનો ભોગ લગાવે છે. ઠંડાઈ ભાંગ સાથે પણ અને ભાંગ વગર પણ બનાવી શકાય છે. એવુ કહેવાય છે કે ઠંડાઈ વગર મહાશિવરાત્રિનો આ પાવન પર્વ અધૂરો છે. જો તમે તમારા આરાધ્ય શિવને ખુશ કરવા માંગો છો તો ઠંડાઈનો ભોગ લગાવી શકો છો. દૂધ, ભાંગ અને ખાંડ સાથે તમે તેને બનાવવા માટે કાજુ,બદામ, વરિયાળી, પિસ્તા અને કેસરનો ઉપયોગ પણ કરી શકો છો.
6. માલપુઆ - ભગવાન શિવને માલપુઆ ખૂબ જ પસંદ છે. માલપુઆ બનાવતી વખતે જો તમે તેમાં થોડો ભાંગનો પાવડર નાખશો તો તેનો સ્વાદ વધી જશે. જો તમે ભાંગ એડ કરવા નથી માંગતા, તો તે પણ ઠીક છે. કારણ કે માલપુઆ બનાવવા માટે ભાંગનો પાવડર નાખવો જરૂરી નથી.