હિલેરી વિદેશ મંત્રી બને તેવી શક્યતા

વાર્તા

શુક્રવાર, 21 નવેમ્બર 2008 (17:59 IST)
અમેરિકાનાં નવનિર્વાચિત રાષ્ટ્રપતિ બરાક ઓબામાની સરકારમાં મહત્ત્વનાં એવા વિદેશ મંત્રી તરીકે ન્યુયોર્કનાં સેનેટર હિલેરી ક્લિન્ટનની પસંદગી થાય, તેમ લાગી રહ્યું છે. તો રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર તરીકે સેવા નિવૃત્ત જોમ્સ જોન્સની આગળ છે.

કેટલાંક વિભાગોનાં મંત્રીઓનાં નામ પર અંતિમ નિર્ણય લેવાઈ ચુક્યો છે. કેટલાંક પર વિચાર ચાલી રહ્યો છે. તે બધાની વરણી પહેલાં સેનેટની મંજૂરી મેળવવી જરૂરી છે.

તેમાં હિલેરીને વિદેશ મંત્રાલય સોંપાય તેવી શક્યતા વધુ છે. પણ તેમની વરણીમાં બિલ ક્લિન્ટન મોટો અવરોધ સાબિત થઈ શકે છે. બિલ ક્લિન્ટને જણાવ્યું હતું કે જો હિલેરીને વિદેશ મંત્રી બનાવાય તો, માનવીય અને વાણીજ્યિક પરિયોજનાઓ સંબંધિત તેમની ગતિવિધિઓને લઈને તેમના હિતોનો ટકરાવ થઈ શકે છે. વિદેશ મંત્રીનાં અન્ય દાવેદારોમાં ન્યુ મેક્સિકોનાં ગર્વનર બિલ રીચર્ડસન અને મેસેચ્ચુસ્ટેટ્સનાં સેનેટર જોન કેરી પ્રમુખ છે.

ઉત્તર એટલાન્ટીક સંધિ સંગઠન-નાટોનાં ઓપેરેશનલ કમાંન્ડર સેવાનિવૃત્ત મરીન જનરલ જોન્સ વ્હાઈટ હાઉસનાં રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર બનવાની રેસમાં આગળ છે. જોન્સ ઈરાક પર થયેલા આક્રમણને લઈને બુશની નીતિઓનાં કટ્ટર વિરોધી રહ્યાં છે. તો બિલ ક્લિન્ટનનાં સમયમાં ઉપ સુરક્ષા સલાહકાર રહેલાં જેમ્સ સ્ટેનબર્ગ પણ પદનાં દાવેદારોની રેસમાં આગળ ચાલી રહ્યાં છે.

વેબદુનિયા પર વાંચો