શેર બજારમાં નજીવી તેજી

વેબ દુનિયા

બુધવાર, 1 ઑક્ટોબર 2008 (18:12 IST)
શેરબજારમાં આજે સવારે તેજી સાથે શરૂ થયા બાદ તેમાં ઘટાડો નોંધયો હતો. મુંબઈ સ્ટોક એક્સચેંજમાં સેંસેક્સ 13000ની સપાટીથી ખુલ્યો હતો પરંતુ તેમાં ઘટાડો શરૂ થયો હતો. ટૂંકમાં જ સેંસેક્સ 39 પોઈંટ ઘટી 12900ની સપાટીએ પહોચી ગયો હતો.

ત્યારબાદ તેમાં વધુ ઘટાડો નોંધાયો હતો. નેશનલ સ્ટોક એક્સચેંજમાં નિફ્ટી પણ નજીવા ઘટાડા સાથે છેલ્લા અહેવાલ પ્રમાણે નોંધાયો હતો. શરૂઆતમાં સત્યમ કોમ્પ્યુટરમાં 5.14 ટકાનો ઉછાળો રહ્યો હતો.

જ્યારે ઈન્ફોસિસ ટેકનોલોજી, ગ્રાસીમ ઈન્ડસ્ટ્રીમાં ઉછાળો આવ્યો હતો. કેટલાક શેરોમાં ઘટાડો નોંધાયો હતો. જેમાં રિલાયન્સ કોમ્યુનિકેશન, સ્ટરલાઈટ ઈન્ડસ્ટ્રીઝનો સમાવેશ થાય છે.

વેબદુનિયા પર વાંચો