ડીસાની શાળામાં 9 વિદ્યાર્થી પોઝિટિવ સહિત 11 કોરોના પોઝિટિવ

ગુરુવાર, 18 ફેબ્રુઆરી 2021 (11:11 IST)
છેલ્લા કેટલાક સમયથી કોરોના પર કાબૂ મેળવવામાં સફળતા મળી હતી.  પરંતુ થોડા દિવસોના આંકડા પર નજર કરીએ તો ફરી ઉછાળો જોવા મળી રહ્યો છે. ગત 4-5 દિવસથી કોરોનાના કેસમાં વધારો જોવા મળી રહ્યો છે. ત્યારે બનાસકાંઠા જિલ્લાના ડીસાના રામસણમાં 11 કોરોનાના કેસ મળી આવ્યા છે.

કોરોનાના કેસમાં ઘટાડો નોંધાતા સરકાર દ્રારા શાળાઓ શરૂ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. ત્યારે આજથી ધોરણ 6 થી 8ના વર્ગો શરૂ થઇ રહ્યા છે. ત્યારે બનાસકાંઠાના ડીસાની રામસણ પ્રાથમિક શાળામાં 2 શિક્ષકો અને 9 વિદ્યાર્થીઓ સહિત 11 કોરોના પોઝિટિવ કેસ સામે આવ્યા છે.કોરોનાનું સંક્રમણ વધતા શાળા એક અઠવાડિયા માટે બંધ કરાઈ છે. તો શાળામાં 11 કોરોના પોઝિટિવ કેસ આવતા વાલીઓમાં ફફડાટ ફેલાયો છે.

અત્રે નોંધનિય છે કે આજથી રાજ્યભરમાં ધોરણ 6થી 8ના વર્ગો શરૂ થયા છે. શાળામાં વિદ્યાર્થીઓનો ઓફલાઈન અભ્યાસ શરૂ થયો છે. વાલીના સંમતિપત્ર સાથે ધોરણ 6થી 8ના વર્ગો શરૂ કરાયા છે. તો સાથે જ કોરોનાની ગાઈડલાઈનના પાલન સાથે શિક્ષણકાર્ય શરૂ કરવામાં આવ્યું છે. વિદ્યાર્થીઓ, શિક્ષકોએ માસ્ક પહેરવું, નિયમો પાળવા ફરજિયાત છે.

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર