યુપી- 15 ઓગસ્ટના દિવસે મદરેસામાં રાષ્ટ્રગીત વગાડવા અને તિરંગા લહેરાવવાના આદેશ

શનિવાર, 12 ઑગસ્ટ 2017 (10:13 IST)
ઉત્તરપ્રદેશમાં 15 ઓગસ્ટ એટલે કે સ્વતંત્રતા દિવસે તમામ મદરેસામાં રાષ્ટ્રગીત વગાડવા અને ત્રિરંગો લહેરાવવાનો આદેશ આપ્યો છે. આ આદેશ મદરેસા શિક્ષા પરિષદે જાહેર કર્યો છે. આ દેશમાં કહેવામાં આવ્યું છે કે પ્રદેશના તમામ મદરેસામાં 15 ઓગસ્ટના રોજ રાષ્ટ્રગીત અને તિરંગા લહેરાવવો ફરજીયાત છે.
દેશનો સ્વતંત્રતા  દિવસ ૧૫મી ઓગસ્ટ નજીક છે અને રાજકારણ ગરમાયું છે. યુ.પી.ની મદરેસાઓમાં મોકલાયેલા ૧૫મી ઓગસ્ટ ઊજવવાના સરકારી પરિપત્રથી 3  જુલાઈએ ઉત્તરપ્રદેશની મદરેસા શિક્ષા પરિષદ તરફથી રાજ્યની તમામ મદરેસાઓને એક પરિપત્ર પાઠવવામાં આવ્યો છે, 
 
જેમાં કહેવાયું છે કે રાજ્યની તમામ મદરેસાઓમાં 15મી ઓગસ્ટ સ્વતંત્રતા દિવસ હર્ષોલ્લાસ સાથે ઉજવવું . ૧૫મી ઓગસ્ટે સવારે ૮ વાગે ધ્વજારોહણ કરી અને રાષ્ટ્રગાન ગાવું, ત્યારબાદ ૮-૧૦ કલાકે સ્વતંત્રતા સંગ્રામના શહીદોને શ્રદ્ધાંજલિ આપવી.  સ્વતંત્રતા દિવસનાં મહત્ત્વ પર પ્રકાશ પાડવો અને મદરેસાના વિદ્યાર્થીઓ દ્વારા રાષ્ટ્રગીત ગવડાવવું અને થા સ્વતંત્રતા સૈનિકોની શહાદત અંગે વિદ્યાર્થીઓને જાણકારી આપવી. સાંસ્કૃતિક કાર્યક્રમનો આયોજન પણ કરવું. 

વેબદુનિયા પર વાંચો