જયપુર. રાજસ્થાનના બિકાનેરમાં ચાર દિવસ પહેલા એક દુર્લભ બીમારીથી પીડિત ટ્વિન્સનો જન્મ થયો હતો. બંને બાળકોની ત્વચા પ્લાસ્ટિક જેવી છે. હાર્ડ કોર ત્વચા નખ જેવી તિરાડ છે. આ બાળકો હાર્લેક્વિન-ટાઈપ ઈચથિઓસિસ નામની દુર્લભ બીમારીથી પીડિત છે. ડો.જી.એસ. તંવર સહિત અડધો ડઝન તબીબોની ટીમ બાળકોની સારવારમાં લાગેલી છે. બાળકો આ રોગ સાથે દોઢ વર્ષ સુધી જીવે છે.
પાંચ લાખમાંથી એક બાળકમાં હોય છે આ બીમારી
ચિકિત્સક બંને બાળકોની સ્કિનને નમી આપવા માટે વિટામિન એ થેરેપી સહિત પાઈપથી દૂધ ફીડિંગ કરી રહ્યા છે. ચિકિત્સકોનો દાવો છે કે આ પ્રકારની દુર્લભ બીમારીના જોડિયા બાળકો જન્મવા એ શકયત દેશનો પહેલો મામલો છે. પાંચ લાખમાંથી એક બાળકમાં આ બીમારી જોવા મળે છે.