International Nurses Day 2023 : ફ્લોરેન્સ નાઇટિંગલ કોણ હતાં?

શુક્રવાર, 12 મે 2023 (07:47 IST)
12 મેના રોજ દર વર્ષે આંતરરાષ્ટ્રીય નર્સ દિવસ ઉજવવામાં આવે છે. આજનો દિવસ ફ્લોરેન્સ ટાઇટિંગલના માનમાં ઉજવાય છે. તેઓ યુદ્ધમાં ઘાયલ સૈનિકો માચે દેવદૂત સમાન હતાં. નાઇટિંગલ ઑફ ફ્લોરેન્સે યુદ્ધ દરમિયાન ઘણી મહિલાઓને નર્સની ટ્રેનિંગ આપી હતી અને ઘણા સૈનિકોની સારવાર પણ કરી હતી.
 
ફ્લોરેન્સનું પ્રારંભિક જીવન
 
તે ઇટાલીમાં જન્મેલી હતી પરંતુ તે તેના માતાપિતા સાથે ઇંગ્લેન્ડ ગઈ હતી. તેનું બાકીનું જીવન ત્યાં જ વિતાવ્યું. વિક્ટોરિયાના બ્રિટીશ યુગમાં, શ્રીમંત પરિવારોની મહિલાઓ કામ કરતી નહોતી. ફ્લોરેન્સ નાટીંન્ગેલનો જન્મ 12 મે, 1820 ના રોજ ઇટાલીના ફ્લોરેન્સમાં થયો હતો. તેમના પિતાનું નામ વિલિયમ નિન્ટીગેલ હતું અને માતાનું નામ ફેની નાઇટિંગલ હતું. વિલિયમ નાટીંન્ગલે એક બેંકર હતો અને ખૂબ ધનિક હતો. પરિવારમાં કોઈ પણ વસ્તુનો અભાવ નહોતો. જ્યારે ફ્લોરેન્સ કિશોર વયે હતી ત્યારે છોકરીઓ શાળામાં નહોતી આવતી, ઘણી છોકરીઓ જરાય અભ્યાસ કરતી નહોતી. પરંતુ વિલિયમ પોતાની દીકરીઓના અભ્યાસને લઈને ખૂબ જ ગંભીર હતો. તેણે તેની પુત્રીઓને વિજ્ઞાન, ઇતિહાસ અને ગણિત જેવા વિષયો ભણાવ્યા. 
 
હાલના સમયમાં દુનિયા આખી કોરોના વાઇરસ સામે લડી રહી છે અને એ રીતે પણ આજનો દિવસ મહત્ત્વનો છે. આ વર્ષ એટલા માટે પણ મહત્ત્વનું છે કે આ વર્ષે ફ્લોરેન્સના જન્મનું 200મું વર્ષ છે. ફ્લોરેન્સ નાઇટિંગલના પ્રયાસોન થકી જ બ્રિટને નેશનલ હેલ્થ સર્વિસની સ્થાપના કરી હતી. ફ્લોરેન્સ નાઇટિંગલે ભારતમાં સાફ પાણીના સપ્લાય માટે ઘણી વકીલાત કરી. આ ઉપરાંત તેમણે ભારતમાં દુકાળની સ્થિતિ પર અનેક અહેવાલો બ્રિટિશ સરકારને મોકલ્યા અને દુકાળગ્રસ્તોની મદદ માટે ઝુંબેશ ચલાવી એવું એમની જીવની લખનાક માર્ક બોસ્ટ્રિજ નોંધે છે. ભારતની સ્થિતિ વિશે 1906 સુધી તેઓ અહેવાલો મોકલતા રહ્યાં. એ વખતે તેમની ઉંમર 86 વર્ષની હતી. સેવાની લાંબી મજલ પછી 1910માં 90 વર્ષે એમનું અવસાન થયું હતું.
 
ફ્લોરેન્સ નાઇટિંગલને બ્રિટન સરકારે તેના સર્વોચ્ચ સન્માનથી ઑર્ડર ઑફ મેરિટથી નવાજ્યાં હતાં. આ સન્માન મેળવનારા તે પ્રથમ મહિલા હતાં
 
નર્સ દિવસની કેવી રીતે શરૂઆત? 
 
અંદાજે 200 વર્ષ પહેલાં 1820માં ફ્લોરેન્સ નાઇટિંગલનો જન્મ થયો હતો અને તેમને મૉડર્ન નર્સિંગના ફાઉન્ડર માનવામાં આવે છે. ખાસ કરીને તેઓ 'લેડી વિથ ધ લેમ્પ' નામે પણ વધુ જાણીતા થયાં હતાં, કેમ કે તેઓ રાતના સમયે પણ સૈનિકોની સારવાર કરતાં હતાં. 1860માં તેઓએ લંડનમાં સેન્ટ થૉમસ હૉસ્પિટલમાં પોતાની નર્સિંગ સ્કૂલની સ્થાપના કરીને નર્સિંગની શરૂઆત કરી હતી. આ સ્કૂલ લંડનની કિંગ્સ કૉલેજનો હિસ્સો હતી અને આ દુનિયાની પહેલી નર્સિંગ સ્કૂલ માનવામાં આવે છે. નર્સો માટે આંતરરાષ્ટ્રીયસ્તરે ફ્લોરન્સ નાઇટિંગલ મેડલ પણ સૌથી વધુ પ્રતિષ્ઠિત માનવામાં આવે છે.
 
દુનિયાભરમાં ફ્લોરેન્સના જન્મદિવસે જ આંતરરાષ્ટ્રીય નર્સ દિવસ મનાવવામાં આવે છે. ફ્લોરેન્સ નાઇટિંગલની યાદમાં 12 મેના રોજ આંતરરાષ્ટ્રીય નર્સ દિવસ મનાવવાનો પ્રસ્તાવ જાન્યુઆરી 1974માં યુએસમાં પાસ થયો હતો.નર્સની સાથેસાથે તેઓ સામાજિક સુધારક હતાં. તેઓએ નર્સોની ભૂમિકા અને નિઃસ્વાર્થ સેવાભાવનાને લોકો સુધી પહોંચાડી.
 
 2020ની થીમ શું છે?
 
દુનિયાભરમાં આજે કોરોના વાઇરસની મહામારી ફેલાયેલી છે અને ડૉક્ટરો-નર્સો રાતદિવસમાં દર્દીઓની સારવાર માટે ખડેપગે છે.
 
ઇન્ટરનેશનલ કાઇન્સિંલ ઑફ નર્સ (ICN) 1965થી આંતરરાષ્ટ્રીય નર્સ દિવસ ઊજવે છે. તેમજ દર વર્ષે એક કિટ આપવામાં આવે છે, જેમાં કેટલાંક પુસ્તકો હોય છે, જે બધા દેશનાં નર્સ દ્વારા ઉપયોગમાં લેવાય છે.
 
આ વર્ષે આંતરરાષ્ટ્રીય નર્સ દિવસની થીમ છે- "વિશ્વ સ્વાસ્થ્ય માટે નર્સિંગ છે." આ નર્સો અને લોકોને આંતરાષ્ટ્રીય દિવસ ઉજવવા માટે પ્રોત્સાહિત કરશે.
 
ફ્લોરેન્સ નાઇટિંગલ કલાકો સુધી હૉસ્પિટલમાં કામ કરતાં અને લાઇટ ન હોવાથી હાથમાં હંમેશાં લેમ્પ રાખીને દર્દીઓની સેવા કરતાં. આથી તેઓ ‘લેડી વિથ ધ લેમ્પ’ તરીકે પણ જાણીતાં થયાં.
 
ભારત સરકારના પરિવાર અને કલ્યાણ મંત્રાલય દ્વારા પણ રાષ્ટ્રીય ફ્લોરેન્સ નાઇટિંગલ પુરસ્કાર આપવામાં આવે છે.
 
ગુજરાતી કવિતામાં ફ્લોરેન્સ
અંતમાં ફ્લોરેન્સ નાઇટિંગલ પર ગુજરાતના જાણીતા કવિ અને નાટ્યકાર સૌમ્ય જોશીએ લખેલી કવિતા ‘ફ્લોરેન્સ નાઇટિંગલને’ વાંચો..
 
ફ્લોરેન્સ તારા આંગણામાં
ઓર્કિડના છોડ ઉપર
રોજ સવારે ઊગે છે દર્દીનું સ્મિત.
એક ડાળી કલમ કરીને ચોંટાડી દે ક્યાંક મારામાં
પ્લીઝ ફ્લોરેન્સ પ્લીઝ મારે ઓર્કિડ થવું છે.
ટ્રેનમાં ફ્લોરેન્સ યાદ છે તને?
ફાટેલી ચડ્ડી, પગમાં છાલાં, 
આરસનાં બે ટપટપિયાં લઈ 
હું રોતો'તો સૂરમાં ને 
પાંચિયું પાવલી તાલ દેતાં'તા
સૂરમાં મારા સૂર તો ખાલી 
તેં જ પૂરેલો 'વાહ' કહીને
તેં જ તો મારી ભૂખને 
ભીનું ગીત આપેલું
યાદ છે તને?
યાદ નથી કંઈ?
સાંજનું વાળુ સ્ટેશન પર
આંગળી ઝાલીને તેં જ ઉતાર્યો
યાદ છે તને?
યાદ નથી કંઈ?
શિયાળાની વચલી સાંજે 
મારી પાસે હું જ વધેલો
ત્યારે તું જ આવીને, 
સહેજ નમીને, કંઈક ઓઢાડી ગઈ'તી
સાંજ પડ્યાનું સાવ ખાલીખમ 
ટૂંટિયું ખોલી ગઈ'તી
યાદ છે તને?
યાદ નથી કંઈ?
કાલે છે ને ટ્રેનમાં ફ્લોરેન્સ 
હું તારી પેલી સીટમાં બેઠો,
કોઈ રોતું'તું સૂરમાં, 
એના સૂરમાં મેં બી સૂર મિલાયો
સાંજના વાળુ સ્ટેશન પર પર 
આંગળી ઝાલીને મેં જ ઉતાર્યો
પાછા વળતાં સ્ટેશન પર સાવ ખૂણાના 
બાંકડા પાસે અટકી તારું ઓઢણું બોલ્યું,
ને મેંય કોઈનું ટૂંટિયું ખોલ્યું
તેં જ આપ્યું આ ઓઢણું મને
ટૂંટિયું ખોલતાં તેં જ શિખવાડ્યું
એક ચીજ હજુ આપ તું ફ્લોરેન્સ
એક ચીજ હજુ જોઈએ મારે,
આપ તારું આ 'યાદ નથી કંઈ'
કેટલાં ફૂલો ઊગ્યાં એનાં ગણિત ભૂલતાં શીખવ
એક ડાળી
ખાલી એક ડાળી તું કલમ કરી
 ચોંટાડી દે ક્યાંક મારામાં,
પ્લીઝ ફ્લોરેન્સ પ્લીઝ મારે ઓર્કિડ થવું છે.
 

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર