આ દિવસે ચાંદ પર ઉતરશે ચંદ્રયાન 2, 48 દિવસમાં પૂર્ણ કરશે સફર

સોમવાર, 22 જુલાઈ 2019 (17:54 IST)
ઈસરોના મહત્વકાંક્ષી મૂન મિશન ચંદ્રયાન 2એ બપોરે 2.43 વાગ્યે શ્રીહરિકોટાના સતીશ ધવન અંતરિક્ષ કેંદ્રથી ઉડાન ભરી. બાહુબલીના નામથી ચર્ચિત જીએસએલવી માર્ક 3 રૉકેટ સામાન્ય રૂપથી કામ કરી રહ્યું છે. લાંચિંગ માટે રવિવારે સાંજે 6.53 વાગ્યેથી આશરે 20 કલાકની ઉંધી ગણના શરૂ કરાઈ હતી. 
ચંદ્રયાન 2 તેમના લાંચિંગના 48મા દિવસે ચાંદની ધરતી પર ઉતરશે. 
પહેલા તેને 15 જુલાઈને લાંચ કરાવવાના હતા. પણ તે સમયે લાંચ વ્હીકલમાં લીક જેવી તકનીકી કમીની ખબર પડતા તેને ટાળી દીધું હતું. આ મિશનને લઈને ઈસરોએ ઘણા ફેરફાર કર્યા  છે જેનાથી  લાંચિંગમાં થનારી મોડેનો અસર નહી થશે.
 
મિશનનો મુખ્ય ઉદ્દેશ્ય 
ભૂકંપીય ગતિવિધિના અભ્યાસ 
ચંદ્રમા પર પાણીની માત્રાનો અંદાજો લગાવવું 
ચંદ્રમાના બાહરી વાતાવરણની તાપ-ભૌતિકી ગુણોના વિશ્લેષણ છે. 
ચાંદની જમીનમાં રહેલ ખનિજ અને રસાયન અને તેમના વિતરણનો અભ્યાસ કરવું. 
 
સમય બચાવવા માટે ધરતીનો એક ચક્કર ઓછું 
લાંચિંગની તારીખ આગળ વધારવા ચંદ્રયાન 2 ચંદ્રમા ઓઅર નક્કી તારીખ 6-7 સેપ્ટેમ્બરને જ પહોંચશે. તેને સમય પર પહૉચાવવાના ઉદ્દેશ્ય આ છે કે લેંડર અને રોવર નક્કી કાર્યક્રમના હિસાબે કામ કરી શકે. સમય બચાવવા માટે ચંદ્રયાન પૃથ્વી પરનો એક ચક્કર ઓછું લગાવશે. પહેલા 5 ચક્કર લગાવવાના હતા. 
 
પણ હવે 4 ચક્કર લગાવશે. તેને લેંડિંગ એવી જગ્યા નક્કી કરી છે જ્યાં સૂરજની રોશની વધારે છે. રોશની 21 સેપ્ટેમબર પછી ઓછી થવા શરૂ થશે. લેંડર-રોવરને 15 દિવસ કામ કરવું છે. તેથી સમય પર પહોચવું જરૂરી છે. 

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર