લોકસભા ચૂંટણી પહેલા મહારાષ્ટ્રના રાજકારણમાંથી મોટા સમાચાર આવ્યા છે. ઉદ્ધવ ઠાકરે મુસ્લિમ વોટરોને લોભાવવાની પુરજોશમાં કોશિશ કરી રહ્યા છે. ઉદ્ધવ ઠાકરેની નજર મુસ્લિમ વોટર્સ પર છે. બાળાસાહેબ ઠાકરે દ્વારા બનાવેલ શિવસેના મુખ્યાલય સેનાભવનમાં મુસ્લિમ સમાજના અનેક વર્ગ સામેલ થયા છે. જેમા ઉદ્ધવે મુસ્લિમો સાથે વાત કરી છે. આ બેઠકમાં બરેલવી, દેવબંદી, અહલે સહિત મુસ્લિમ સમાજના અનેક વર્ગ સામેલ થયા.
ઉદ્ધવ ઠાકરે માંગ્યો મુસલમાનોનો સાથ
ઠાકરેએ મુસ્લિમ વર્ગના લોકોને કહ્યુ કે પહેલા જે થયુ તેને ભૂલી જાવ. દેશ અને સંવિઘાનને બચાવવા માટે મારો સાથ આપો. ઉલ્લેખનીય છે કે મહારાષ્ટ્રમા& 12 ટકા મુસ્લિમ વસ્તી છે. બેઠક પછી મુસ્લિમ સમાજના લોકો સાથે ચોપાલમાં તે બેસ્યા પણ હતા.